Home Gujarat Ahmedabad Kerala Monsoon Arrival Gujarat Rain Forecast Ahmedabad Weather

કેરલમમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, અમદાવાદ માટે એલર્ટ, ખેડૂતો માટે રાહતના સંકેત

હવામાન વિભાગનાં ડાયરેકટર એ.કે.દાસની છબી
Play Video
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 04, 2026, 11:00 AM IST

દેશભરમાં ચોમાસાની રાહ જોઈ રહેલા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગનાં ડાયરેક્ટર એ.કે. દાસે કહ્યું કે, કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. કે ચોમાસું આગળ વધવા માટે જરૂરી તમામ પરિબળો હાલ અનુકૂળ બની રહ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં ચોમાસું વધુ વિસ્તારોમાં પ્રગતિ કરે તેવી શક્યતા છે.

હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે અને અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડી તરફથી ભેજયુક્ત દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પરિસ્થિતિઓના કારણે દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ગાજવીજ, વીજળીના ચમકારા અને તેજ પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: નર્મદામાં રાજપીપળા એરોડ્રામ ખાતે ટીટોડીએ મૂક્યાં 4 ઈંડાં : એક મહિનો ઓછા વરસાદના સંકેત

ગુજરાતમાં વરસાદી માહોલ બનવાની શક્યતા

ગુજરાતમાં પણ આગામી દિવસોમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ભેજનું પ્રમાણ વધતા અને પવનની દિશામાં ફેરફાર થતાં પ્રી-મોન્સૂન પ્રવૃત્તિઓ વધુ સક્રિય બનશે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

આ પણ વાંચો: ટીટોડી ક્યાં અને કેટલાં ઈંડાં મૂકે તો કેવો વરસાદ પડે? : ટીટોડીના ઇંડા અને ચોમાસા વચ્ચે શું છે કનેક્શન? જાણો લોકમાન્યતા, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને નિષ્ણાતો શું કહે છે

અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે શહેરમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.

શહેરમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે હોવાથી નાગરિકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ખુલ્લા મેદાનો, વૃક્ષો નીચે અથવા વીજ થાંભલાઓ નજીક ઊભા રહેવાનું ટાળવા પણ સૂચના આપવામાં આવી છે.

ખેડૂતો માટે રાહતના સંકેત

ચોમાસાના આગમન સાથે ખેડૂતોમાં પણ આશાવાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિઓ વધે તો ખરીફ પાકની તૈયારીઓને વેગ મળશે. કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની નજર હવે ચોમાસાની આગળની ગતિ પર ટકેલી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી સાત દિવસ દરમિયાન દેશના અનેક ભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાની શક્યતા છે, જેના કારણે ચોમાસું ધીમે ધીમે ઉત્તર અને પશ્ચિમ દિશામાં આગળ વધશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now