Home Automobile Keep These Things In Mind Before Buying Old Car In New Year 5166cb1c 47f5 446d Afaf 9b1cb7c48095

એક ભૂલ ભારે પડશે : નવા વર્ષમાં જૂની કાર ખરીદતા પહેલા રાખો ધ્યાન, 5 ખુબીઓ જોઈને જ કરો ડિલ

એક ભૂલ ભારે પડશે
Published by: OBS Bureau
Last Updated: Jan 01, 2025, 05:00 PM IST

એક સમયે કાર લક્ઝરી ગણાતી હતી પરંતુ હવે તે જરૂરિયાત બની ગઈ છે. આજકાલ દરેક લોકો પાસે કાર હોય જ છે. જો નવા વર્ષે તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જો તમે નાની નાની વાતોનું ધ્યાન નહીં રાખો તો તમને નુકસાન થઈ શકે છે. હવે તો ઓનલાઈન પણ જૂની કાર ખરીદી શકો છે. સેકન્ડ હેન્ડ કાર ખરીદતા પહેલા નીચેની વાતોનું ખાસ ધ્યાન રાખશો નહીં તો પસ્તાવાનો વારો આવશે.

સુરક્ષાનું રાખો ધ્યાન
જો તમે સેકન્ડ હેન્ડ કાર લેવા જઈ રહ્યા છો તો,સુરક્ષાનું ધ્યાન રાખવું જરૂરી છે. સેફ્ટી ફીચર્સ તમારે ચેક કરવા ખૂબ જ જરૂરી છે. એરબેગ, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ અને ચાઈલ્ડ સેફ્ટી લોક ચેક કરી લેજો. જેનાથી તમારી સુરક્ષાની ખાતરી કરી શકાય.

ઈંધણનો વપરાશ
સેકન્ડ હેન્ડ કાર લેતા સમયે તેની માઈલેજ ચેક કરવી જરૂરી છે. જો જૂની કારની માઈલેજ સારી ન હોય તો તમને માથે પડશે. ઈંધણ વધુ ખપશે અને ખર્ચો પર થશે. તમારે કાર લેવી હોય તે તે ઓછું ઈંધણનો ઉપયોગ કરશે અને પર્યાવરણ માટે સારી હોય.

કારમાં જગ્યા
જો તમે ફેમિલી કાર લેતા હો તો, તમે જગ્યા પુરતી હોવી જરૂરી છે.જો જગ્યા ઓછી હશે તો તમને બેસવું નહીં ફાવે અને લાંબા અંતર માટે મુસાફરી કરવી નહીં ફાવે. સાથે જ જો સામાન માટે જગ્યા હશે તો સૌને સરળતા રહેશે.

ઈન્ટીરિયર અને સિસ્ટમ
કોઈપણ કારને લેતા સમયે તેનું ઈન્ટીરિયર અને સિસ્ટમ ચેક કરવી જરૂરી છે. ફેમિલી માટે જૂની કાર લેતા પહેલા એ જોવું જરૂરી છે કે, તેના ઈન્ટીરિયરમાં કેટલી જગ્યા છે. હંમેશા એવી જ ગાડી લેવી જોઈએ, જેમાં પર્યાપ્ત લેગરૂમ અને હેડસ્પેસ રહે.

જો આટલી વાતો તમે ધ્યાનમાં રાખશો, તો તમારો અનુભવ સારો રહેશે અને સાથે જ તમારો પરિવાર પણ ખુશ થઈ જશે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now