Kazakhstan Plane Crash: કઝાકિસ્તાનમાં એક મોટો વિમાન અકસ્માત થયો છે. અઝરબૈજાન એરલાઇન્સનું પેસેન્જર પ્લેન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. પ્લેનમાં પાંચ ક્રૂ મેમ્બર સહિત 100થી વધુ લોકો સવાર હતા.
કઝાકિસ્તાન સરકારે સ્પષ્ટતા કરી હતી કે, આ ઘટનામાં 25 લોકો બચી ગયા છે જ્યારે 42 હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. આ વિમાન અઝરબૈજાનના બાકુથી રશિયાના ચેચન્યા જઈ રહ્યું હતું.
આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે લેન્ડિંગ દરમિયાન પ્લેનમાં જોરદાર આગ લાગી છે. આ પછી આખું પ્લેન સળગવા લાગે છે. પ્લેન ક્રેશ થવા પાછળ અનેક કારણો સામે આવી રહ્યા છે.
આ સમગ્ર ઘટના પર અઝરબૈજાન એરલાઈન્સે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે જે પ્લેન ક્રેશ થયું તે એમ્બ્રેર 190 એરક્રાફ્ટ હતું. તેનો નંબર J2-8243 હતો. બાકુથી ગ્રોંજી રૂટ જઈ રહેલા આ વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. અકાતુથી ત્રણ કિલોમીટર દૂર ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું.
ક્રેશ અંગે શું અટકળો છે?
કેટલાક રિપોર્ટર્સ અનુસાર સંભવિત તકનીકી ખામીને કારણે આ ઘટના બની છે. મળતી માહિતી અનુસાર ગાઢ ધુમ્મસના કારણે પ્લેનને લેન્ડ કરવામાં આવી રહ્યું હતું. કેટલાક રિપોર્ટસ અનુસાર પક્ષીઓની ટક્કરથી આ દુર્ઘટના બની હતી. પરંતુ સાચા કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં બચી ગયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

_1b8c6f9c-b17a-451d-b567-c64b04cebea9.jpg)




