Home International Kathua Encounter 3 Policemen Killed 3 Terrorists Gunned Down

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળ સાથે અથડામણમાં : જૈશ એ મોહમ્મદના 3 આતંકીઓ ઠાર

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળ સાથે અથડામણમાં
Published by: OBS Bureau
Last Updated: Mar 28, 2025, 04:04 AM IST

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા છે. ઘટનામાં ડીએસપી સહિત સાત પોલીસકર્મીઓ ઘાયલ થયાતા. સુરક્ષા દળોએ ગોળીબારમાં ત્રણ આતંકવાદીઓને પણ ઠાર માર્યા હતા.

PTIએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે અથડામણ ગુરુવારે સવારે 8 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. તાજેતરમાં ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓના જૂથ સામે જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન અથડામણ થઈ હતી. આતંકવાદીઓ જંગલમાં છુપાયેલા હતા અને તેમની તરફ આવતા સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો.

રાજબાગના ઘાટી જુથાના વિસ્તારમાં જાખોલે ગામ નજીક થયેલી અથડામણમાં લગભગ અડધો ડઝન આતંકવાદીઓ સામેલ હોવાની શંકા છે. આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના હોવાનું માનવામાં આવે છે. આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીને કારણે હજુ સુધી શહીદ સૈનિકોના મૃતદેહો મળી આવ્યા નથી.


"બધાને ટૂંક સમયમાં ઠાર કરાશે"
કઠુઆમાં મોટા પાયે આતંકવાદ વિરોધી અભિયાનની આગેવાની કરી રહેલા જમ્મુ-કાશ્મીર પોલીસના ડાયરેક્ટર જનરલ નલિન પ્રભાતે ગુરુવારે રાત્રે જ બે આતંકવાદીઓના મોતની પુષ્ટિ કરી હતી, ત્યારબાદ વધુ એક આતંકવાદીના મોતની ખબર આવી હતી.


સર્ચ ઓપરેશન પાંચ દિવસ સુધી ચાલ્યું
આતંકવાદીઓ સામે આ સર્ચ ઓપરેશન 5 દિવસ સુધી ચાલી રહ્યું હતું. રવિવારે સાન્યાલના જંગલોમાં ઓછામાં ઓછા પાંચ આતંકવાદીઓ હતા. પોલીસ સાથે અથડામણ બાદ તેઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા અને 20 કિમી દૂર જુથાના પહોંચ્યા હતા. ગુરુવારે સવારે પોલીસે ફરીથી તેમને જુથાનાના જંગલોમાં ઘેરી લીધા હતા. ઓપરેશનમાં હેલિકોપ્ટર, ડ્રોન, બુલેટપ્રૂફ વાહનો અને સ્નિફર ડોગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,