Home Sports Karni Sena File Rinku Singh S Complaint Over His Latest Social Media Post Indian Cricketer Shared

T20 સીરિઝ પહેલા રીન્કુ સિંહની વધી મુશ્કેલી : સ્ટાર ક્રિકેટર વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો સમગ્ર મમલો

T20 સીરિઝ પહેલા રીન્કુ સિંહની વધી મુશ્કેલી
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2026, 01:04 PM IST

Rinku Singh Karni Sena Controversy: ટીમ ઈન્ડિયા 21 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ સામે પાંચ મેચની T20 સીરિઝ રમશે. આ સીરિઝ શરૂ થાય તે પહેલાં, સ્ટાર ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ ગંભીર મુશ્કેલીમાં હોય તેવું લાગે છે. રિંકુ સિંહ લાંબા સમય પછી ભારતીય ટીમમાં પાછો ફરવામાં સફળ રહ્યો છે. જોકે, T20 સીરિઝ પહેલા, તે તેની એક AI રીલને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. તેની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

ભગવાન જીની રીલ શેર કરી હતી રિંકુ સિંહ

રિંકુ સિંહે તાજેતરમાં સોશિયલ મીડિયા પર ક્રિકેટના મેદાન પર પોતાની સફળતા વિશે એક રીલ શેર કરી હતી. આ રીલમાં, તે પોતાની સફળતાની ક્રેડિટ ભગવાનને આપતો દેખાયો હતો. હવે, રિંકુ સિંહ આ રીલને લઈને એક મોટા વિવાદમાં ફસાયેલો જોવા મળ્યો છે. તેણે જે રીલ શેર કરી છે તેમાં ભગવાન હનુમાન, ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ અને ભગવાન ગણેશને કારમાં સનગ્લાસ પહેરેલા દર્શાવવામાં આવ્યા છે. ક્યારેક ક્યારેક, રીલમાં રિંકુ સિંહ છગ્ગા મારતા પણ દેખાય છે. તેનો આ વીડિયો AI નો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.

રિંકુ સિંહ પર લગાવ્યા આરોપ

કેટલાક ફેન્સ તેમની રીલને સમર્થન આપી રહ્યા છે, તો કેટલાક તેમના પર ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ લગાવી રહ્યા છે. આ દરમિયાન, કરણી સેનાએ અલીગઢના સાસની ગેટ પોલીસ સ્ટેશનમાં રિંકુ સિંહ વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે. કરણી સેનાનું કહેવું છે કે આ રીલ માટે રિંકુ સિંહ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. તેમનું માનવું છે કે રિંકુ સિંહે હવે જાહેરમાં માફી માંગવી જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now