Home Gujarat Kanti Amrutiya Accepts Gopal Italias Challenge Leaves Forgandhinagar With Supporters

ચેલેન્જ પોલિટિક્સમાં 'મોરેમોરો' હવે આર યા પાર! : કાંતિ અમૃતિયા સમર્થકો સાથે ગાંધીનગર રાજીનામું આપવા નીકળ્યા!

ચેલેન્જ પોલિટિક્સમાં 'મોરેમોરો' હવે આર યા પાર!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 14, 2025, 06:38 AM IST

મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયા વચ્ચે 'મોરેમોરા'નું રાજકારણ જામ્યું છે. એક નેતાએ ચેલેન્જ આપી છે તો બીજાએ સ્વીકારતા રાજકારણ ગરમાયું હતું. હવે આજનો દિવસ ગુજરાતની રાજનીતિમાં સૌથી ખાસ મનાય છે. કારણ કે ક્રાંતિ અમૃતિયા પોતાના 100 સમર્થકો સાથે ગાંધીનગર રાજીનામું આપવા નીકળી ગયા છે. જી હા...મોરબીના સર્કિટ હાઉસ ખાતેથી તેમના સમર્થકોની 100 ગાડીના કાફલા સાથે રવાના થઈ છે. મોરબીમાં આંદોલન સમયે વારંવાર વિસાવદરવાળી કરવાની ચીમકી આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ધારાસભ્ય કાંતિ અમૃતિયા તેમજ ગોપાલ ઈટાલીયાના ચેલેન્જનો આજે અંતિમ નિર્ણય છે. છેલ્લા ત્રણ દિવસથી મોરબીના રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે. આજે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો સાથે રાજીનામું આપવા ગાંધીનગર જવા નીકળ્યા છે. તમને જણાવી દઈએ કે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયાની ચેલેન્જ સ્વીકારી છે.

ધારાસભ્ય સમર્થકો સાથે ગાંધીનગર રવાના
કાંતિ અમૃતિયાા તેમના સમર્થકો સાથે ગાંધીનગર રવાના થયા હતા. મોરબીથી સમર્થકો અને ગાડીઓના કાફલા સાથે ધારાસભ્ય ગાંધીનગર તરફ રવાના થયા છે. બીજી બાજુ કાંતિ અમૃતિયાા વિધાનસભા પહોંચી ગોપાલ ઈટાલિયાની રાહ જોશે. હવે જોવાનું એ છે કે ગોપાલ ઈટાલિયા રાજીનામું આપવા આવે છે કે નહીં.

કાંતિ અમૃતિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મે ગોપાલ ઈટાલિયાની ચેલેન્જ સ્વીકારી છે અને આજે રાજીનામુ આપવા જઇ રહ્યો છું. આ કોઈ પાર્ટીની લડાઈ નથી, વ્યક્તિગત લડાઈ છે. મારી મોરબીની જનતાએ મારા પર વિશ્વાસ રાખ્યો છે. ગોપાલ ઈટાલિયા રાજીનામું આપે એટલે હું 1 કલાક પણ નહીં વિચારું અને રાજીનામુ આપી દઈશ.

''...તો હું રાજીનામુ આપી દઈશ''
પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ગોપાલ ઈટાલિયા જીત્યા બાદ તેમણે ભાજપને પડકાર ફેંક્યો હતો કે, કોઈ પણ ધારાસભ્યને તમે લઈ જાઓ અને બેઠક ખાલી કરીને પેટા ચૂંટણી કરાવી જુઓ, જો કે, આ નિવેદન બાદ મોરબીના ભાજપ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જન આદોલનમાં કહ્યું હતું કે, ''AAPના નેતા ગોપાલ ઈટાલિયા જો મોરબી ચૂંટણી લડવા આવે તો હું રાજીનામુ આપી દઈશ અને જો જીતી જશે તો બે કરોડ રૂપિયા પણ આપીશ''

''ગોપાલ ઈટાલિયા તમારી ચેલેન્જને સ્વીકારે છે''

આ ચેલેન્જ પછી ગોપાલ ઈટાલિયાએ વીડિયો જાહેર કરી કહ્યું કે, ''મોરબીના ધારાસભ્યએ જે મને મોરબીથી ચૂંટણી લડવા માટે ચેલેન્જ આપી છે, તે હું સ્વીકારૂ છું. તેઓ 12 તારીખે બપોરે 2 વાગ્યા સુધીમાં રાજીનામું આપી દે, ફરી ના જતાં ગોપાલ ઈટાલિયા તમારી ચેલેન્જને સ્વીકારે છે''.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now