મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયા વચ્ચે 'મોરેમોરા'નું રાજકારણ જામ્યું છે. એક નેતાએ ચેલેન્જ આપી છે તો બીજાએ સ્વીકારતા હવે રાજકારણ ગરમાયું છે. વાત જાણે એમ છે કે, ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ એક કાર્યક્રમમાં ગોપાલ ઈટાલિયાને ચેલેન્જ ફેંકી હતી કે, ગોપાલ ઈટાલિયા મોરબીમાં ચૂંટણી લડવા માટે આવી જાય, હું રાજીનામું આપવા તૈયાર અને જો જીતે તો બે કરોડ રૂપિયા પણ આપીશ, તો બીજી તરફ ગોપાલ ઈટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે.
''...તો હું રાજીનામુ આપી દઈશ''
પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ગોપાલ ઈટાલિયા જીત્યા બાદ તેમણે ભાજપને પડકાર ફેંક્યો હતો કે, કોઈ પણ ધારાસભ્યને તમે લઈ જાઓ અને બેઠક ખાલી કરીને પેટા ચૂંટણી કરાવી જુઓ, જો કે, આ નિવેદન બાદ મોરબીના ભાજપ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જન આદોલનમાં કહ્યું હતું કે, ''AAPના નેતા ગોપાલ ઈટાલિયા જો મોરબી ચૂંટણી લડવા આવે તો હું રાજીનામુ આપી દઈશ અને જો જીતી જશે તો બે કરોડ રૂપિયા પણ આપીશ''
''ગોપાલ ઈટાલિયા તમારી ચેલેન્જને સ્વીકારે છે''
આ ચેલેન્જ પછી ગોપાલ ઈટાલિયાએ વીડિયો જાહેર કરી કહ્યું કે, ''મોરબીના ધારાસભ્યએ જે મને મોરબીથી ચૂંટણી લડવા માટે ચેલેન્જ આપી છે, તે હું સ્વીકારૂ છું. તેઓ 12 તારીખે બપોરે 2 વાગ્યા સુધીમાં રાજીનામું આપી દે, ફરી ના જતાં ગોપાલ ઈટાલિયા તમારી ચેલેન્જને સ્વીકારે છે''.
ભાજપમાં 'ભીષ્મ પિતામહો'ને આરામ, હવે યુવા શક્તિના હાથમાં કમાન: બહારનાને ટિકિટ મળશે તો બબાલ થશે! જૂના જોગીઓએ પક્ષને ફેંક્યો પડકાર






