Home Gujarat Kajal Maheriya Husband Attack Mandal Viral Video

ગુજરાતી સિંગર કાજલ મહેરિયાના પતિ પર કાર્યક્રમ દરમિયાન હુમલો : માંડલ પાસેની ઘટનાના વીડિયો વાયરલ

કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોર
Image Credit: kajal maheriya insta
Published by: Chintan Chavda
Last Updated: May 10, 2026, 07:15 AM IST

ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરિયા સાથે જોડાયેલી એક ઘટના હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બની છે. માંડલ તાલુકાના વિઠલાપુર નજીક આવેલા ડઢાણા ગામમાં યોજાયેલા લગ્ન પ્રસંગ દરમિયાન કાજલ મહેરિયાના પતિ પર હુમલો થયાનો મામલો સામે આવ્યો છે. બે દિવસ જૂની આ ઘટનાના વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર ઘટના ચર્ચામાં આવી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, ડઢાણા ગામમાં હિતેન્દ્રસિંહ અને જયરાજસિંહના લગ્ન પ્રસંગે રાસ-ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કેટલાક યુવાનો અને કાજલ મહેરિયાની ટીમ વચ્ચે ફોટો પડાવવાની બાબતે બોલાચાલી થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. બાદમાં આ મામલો ઉગ્ર બનતા ધક્કામુક્કી અને હુમલાની સ્થિતિ સર્જાઈ હતી.

સ્ટેજ કાર્યક્રમ દરમિયાન સર્જાયો હોબાળો

વાયરલ વીડિયોમાં કાર્યક્રમ સ્થળે અચાનક અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો સ્ટેજ નજીક એકત્ર થતા અને હોબાળો મચાવતા દેખાઈ રહ્યા છે. ચર્ચા મુજબ, શરૂઆતમાં ફોટોગ્રાફી અને સેલ્ફી લેવા મુદ્દે વિવાદ શરૂ થયો હતો, પરંતુ બાદમાં મામલો વધુ બગડ્યો હતો.

ઘટનાના પગલે કાર્યક્રમ થોડા સમય માટે ખોરવાયો હતો. સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે હુમલો માત્ર ફોટો પડાવવાની બાબતે થયો હતો કે પાછળ અન્ય કોઈ જૂની અદાવત અથવા અંગત કારણ હતું. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
PM મોદીનો 2 દિવસ ગુજરાત પ્રવાસ: જામનગરથી સોમનાથ અને વડોદરા મુલાકાત, જાણો શે

કાજલ મહેરિયાની કાર પર હુમલાના પણ આક્ષેપ

મામલો વધુ ગંભીર ત્યારે બન્યો જ્યારે કાર્યક્રમ બાદ કાજલ મહેરિયાની કાર પર પણ હુમલો કરાયો હોવાના વીડિયો સામે આવ્યા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં વાહન આસપાસ લોકોની ભીડ અને હોબાળો જોવા મળી રહ્યો છે.

જોકે સમગ્ર ઘટનામાં હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. સ્થાનિક સ્તરે એવી ચર્ચા પણ ચાલી રહી છે કે બંને પક્ષો વચ્ચે બાદમાં સમાધાન થઈ ગયું હતું, જેના કારણે મામલો પોલીસ સુધી પહોંચ્યો નહીં.

પોલીસ ફરિયાદ ન થતાં અનેક સવાલો

ઘટના ગંભીર હોવા છતાં કોઈ પોલીસ ફરિયાદ ન નોંધાતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સામાન્ય રીતે જાહેર કાર્યક્રમ દરમિયાન થયેલી હિંસક ઘટનામાં પોલીસ કાર્યવાહી થતી હોય છે, પરંતુ આ મામલે હજુ સુધી સત્તાવાર માહિતી સામે આવી નથી.

સ્થાનિક સૂત્રો મુજબ, ઘટનાને લઈને ગામ અને આસપાસના વિસ્તારોમાં ચર્ચાઓ તેજ બની છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

ગુજરાતમાં હીટવેવનો કહેર વધ્યો: પાંચ જિલ્લામાં તાપમાન 43°C પાર, અમદાવાદમાં 6 દિવસનું ઓરેન્જ એલર્ટ

અગાઉ પણ વિવાદોમાં રહ્યા છે કાજલ મહેરિયા

ઉલ્લેખનીય છે કે કાજલ મહેરિયા છેલ્લા કેટલાક સમયથી તેમના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહ્યા છે. પરિવારની મરજી વિરુદ્ધ અલ્પેશ ઠાકોર સાથે પ્રેમલગ્ન કર્યા બાદ તેમને ધમકીઓ મળતી હોવાના આક્ષેપો તેમણે અગાઉ સોશિયલ મીડિયા વીડિયોમાં કર્યા હતા.

તેમણે કહ્યું હતું કે જો કોઈ તેમને હેરાન કરશે તો તેઓ કાયદાકીય કાર્યવાહી કરશે. હવે માંડલ નજીક બનેલી આ ઘટનાએ ફરી એકવાર કાજલ મહેરિયા અને તેમના પરિવારને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે.

હાલ સમગ્ર મામલે સત્તાવાર તપાસ અથવા પોલીસ નિવેદનની રાહ જોવામાં આવી રહી છે. ઘટનાના વાસ્તવિક કારણો શું હતા અને હુમલો કઈ પરિસ્થિતિમાં થયો તેની સ્પષ્ટતા આગામી દિવસોમાં થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now