Gujarat By Election Latest Updates:
AAPએ ભાજપના અરમાનો પર ફેરવ્યું ઝાડુ:
વિસાવદર પેટાચૂંટણીમાં AAPએ સર્જ્યો અપસેટ
ગોપાલ ઇટાલિયાની 17581 મતથી જીત
કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા 38904 મતથી જીત્યા
બન્ને પેટાચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર
Kadi-Visavadar Bypoll Results: ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી કડી અને વીસાવદર વિધાનસભાની ચૂંટણીઓનું આજે પરિણામ. ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી હોવાથી ત્રિપાંખિયા જંગના પરિણામો પર સૌ કોઈની નજર છે. આજે જાહેર થનાર પેટાચૂંટણીઓના પરિણામ રાજકીય દ્રષ્ટીએ વિશેષ મહત્ત્વ ધરાવે છે. મતગણતરીની લેટેસ્ટ અપડેટ મુજબ વીસાવદરમાં અંતિમ રાઉન્ડના અંતે AAPને જંગી લીડ, ગોપાલ ઇટાલિયા 17581 મતથી જીત હાંસલ કરી છે. જેને કારણે આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે. કાર્યકરોએ 'જય ગોપાલ'ના નારા લગાવ્યાં, કડીમાં ભાજપ વન-વે જીત થઈ છે. વિસાવદરમાં ભાજપ અને કોંગ્રેસને પછાડીને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ નવો ઈતિહાસ રચી દીધો છે.
વીસાવદરમાં જીત હાંસલ કરીને ગોપાલ ઈટાલિયા નવો ઈતિહાસ રચી દીધો છે. જેને પગલે ભાજપ માટે આ હાર મોટો સેટ બેક કહેવાશે. આજના પરિણામોઆગામી રોડ મેપનો સંકેત, મતદારોની માનસિકતા અને રાજકીય દિશા સુચનની દ્રષ્ટ્રીએ વિશેષ મહત્ત્વ ધરાવે છે. ઉલ્લેખનીય છેકે, આજે કડી અને વીસાવદર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે. આ બંને બેઠકો પર ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો, જેમાં ભાજપ, આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. કડીમાં 57.90 ટકા અને વિસાવદરમાં 56.89 ટકા મતદાન થયું હતું. મહેસાણામાં GTU-ITR, મેવડ ખાતે કડી વિધાનસભા પેટા ચૂંટણી અને જૂનગાઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મત ગણતરી શરૂ થઇ ગઈ છે. વિસાવદરમાં ભાજપના કિરીટ પટેલ અને AAPના ગોપાલ ઈટાલીયા વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે.
ચૂંટણીમાં ઉમેદવારોની પહેલી યાદી જાહેર થતાં જ કોંગ્રેસમાં કકળાટ: રોષે ભરાયેલાં કાર્યકરોને કાબુમાં રાખવા કોંગ્રેસે પ્રદેશ કાર્યાલય પર મુક્યા બાઉન્સરો






