Home Gujarat Kadi Mehsana Fake Liquor Factory Raid Lcb

મહેસાણાના કડીમાં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ : ઈથેનોલ સહિત અંદાજે 150 પેટી બનાવટી દારૂ જપ્ત કરાયો

દારૂની ફેક્ટરીની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 16, 2026, 07:14 AM IST

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગેરકાયદેસર દારૂના ધંધા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કડીના બુડાસણ ગામ નજીક સ્થિત ઠાકોર વાસ વિસ્તારમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. મહેસાણાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન મોટી માત્રામાં બનાવટી દારૂ અને ઈથેનોલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ફેક્ટરીમાંથી અંદાજે દોઢસો જેટલી પેટી નકલી દારૂ મળી આવ્યો છે. પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી જેમાં સ્થળ પરથી દારૂ બનાવવાના સાધનો, કાચોમાલ અને અન્ય પુરાવાઓ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: આંગળિયા પેઢીના માલિકોએ વેપારી સાથે આચરી કરોડોની ઠગાઈ : પૈસા માંગતા જ જાનથી મારવાની આપી ધમકી

તપાસ તેજ

મહેસાણાની LCBની ટીમે ગુપ્ત માહિતીના આધારે મોડી રાત્રે બુડાસણ ગામ નજીક રેડ કરી હતી. સ્થળ પર પહોંચતા જ પોલીસને ગેરકાયદેસર રીતે દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું. તરત જ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ કાર્યવાહી દરમિયાન પોલીસને ઈથેનોલના જથ્થા સાથે બનાવટી દારૂ તૈયાર કરતા હોવાનું જણાવા મળ્યું, ત્યાં ખાલી બોટલો સહિતનો માલ સામાન મળ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, આ દારૂ સ્થાનિક તેમજ આસપાસના વિસ્તારોમાં સપ્લાય થતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે સ્થળ પરથી કેટલાક શંકાસ્પદ લોકોને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાની માહિતી પણ મળી રહી છે, જોકે સત્તાવાર પુષ્ટિ હજી બાકી છે.

આ ફેક્ટરી પાછળ કોણ છે, કેટલા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી અને કયા વિસ્તારોમાં દારૂ સપ્લાય થતો હતો તે અંગે તપાસ ચાલી રહી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ લોકોની ધરપકડ થવાની શક્યતા છે.

આ પણ વાંચો: ગુજરાત ગેસે CNGના ભાવમાં કર્યો વધારો : જાણો પ્રતિ કિલોએ થયો કેટલો વધારો, શું થશે અસર

આરોગ્ય અને સુરક્ષાને લઈને ગંભીર ચિંતાઓ

નકલી દારૂનું ઉત્પાદન માત્ર કાયદેસર ગુનો જ નહીં પરંતુ લોકોના આરોગ્ય માટે પણ ગંભીર જોખમ ઊભું કરે છે. આવા દારૂના સેવનથી જીવલેણ અસર થવાની શક્યતા રહે છે. તેથી આવી ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહી જરૂરી બની રહે છે. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આગળ પણ આવા ગેરકાયદેસર ધંધાઓ પર સતત નજર રાખવાની ખાતરી આપવામાં આવી છે, જેથી સમાજમાં સલામતી જળવાઈ રહે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now