Home International Justin Trudeau Strong Response To Donald Trump Threat Of 25 Percent Tariff

ટેરિફ લગાવીને દેખાડો, આપીશું એટલો જ જોરદાર જવાબ : USA-CANADA વચ્ચે વધ્યો તણાવ

ટેરિફ લગાવીને દેખાડો, આપીશું એટલો જ જોરદાર જવાબ
Published by: OBS Bureau
Last Updated: Feb 02, 2025, 05:25 AM IST

જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી પડોશી દેશો સાથેના સંબંધો બગડતા જોવા મળી રહ્યા છે, જેનું મુખ્ય કારણ ટ્રમ્પની ટેરિફ નીતિ છે. ટ્રમ્પ સરકારે શનિવાર 1 ફેબ્રુઆરી, 2025થી કેનેડા પર 25 ટકા અને ચીન પર વધારાની 10 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. કેનેડા સરકારે ટ્રમ્પના આ આદેશ સામે જોરદાર વિરોધ વ્યક્ત કર્યો. કેનેડાના કાર્યકારી પ્રધામંત્રી જસ્ટિન ટ્રુડોએ ટેરિફ વિષયે ટ્વિટર પર પોસ્ટ કરતા કહ્યું, "કેનેડાને આગામી દિવસોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તેનો હિંમતથી જવાબ આપવામાં આવશે." ટ્રમ્પ સરકારે શુક્રવારે ફરીથી ટેરિફ લાદવાની ધમકી આપી હતી.

અમેરિકા-કેનેડા બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી.
અમેરિકા સાથેના તણાવ વચ્ચે કેનેડા તેની સરહદો પ્રત્યે જાગૃત થયું છે. યુએસ-કેનેડા બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઘૂસણખોરોને રોકવા માટે ડ્રોનથી સરહદ પર નજર રાખવામાં આવી રહી છે. ટ્રમ્પે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને દેશમાંથી હાંકી કાઢવાની જાહેરાત કરી હતી, જે બાદ અમેરિકામાં મોટી સંખ્યામાં ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી. અમેરિકા અને કેનેડાની સરહદ ભારત પાકિસ્તાનની સરહદ જેવી છે. જોકે બંને દેશો વચ્ચે ભારત-પાક જેવો અત્યાર સુધી તણાવ રહેતો નહોતો. ટ્રમ્પની કડકાઈ બાદ ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ અમેરિકા છોડીને અન્ય દેશોમાં આશરો લેવા મજબૂર બન્યા છે.

કેનેડામાં ગુનાખોરી વધી રહી છે
એજન્સીઓ કેનેડામાં વધતા ગુના અને ગેરકાયદેસર ગતિવિધિઓને લઈને સતર્ક થઈ છે. ગત મંગળવારે (28 જાન્યુઆરી, 2025), સાસ્કાચેવન રાજ્યના સ્વિફ્ટ કરંટ વિસ્તારમાંથી બે ઈન્ડો-કેનેડિયનોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પોલીસે તેના વાહનની તપાસ કરી તેમાંથી 8 કિલો ફેન્ટાનાઈલ મળી આવ્યું હતું. ધરપકડ કરાયેલા બે લોકોની ઓળખ 26 વર્ષીય સ્વાતિ નરુલા અને 28 વર્ષીય કુંવરદીપ સિંહ તરીકે થઈ છે. બંને કેલગરી, આલ્બર્ટાના રહેવાસી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક