logo-img
Judgment On Bail Application In Bagdana Case Pending

બગદાણા કેસમાં જામીન અરજી અંગેનો ચુકાદો પેન્ડિંગ : 6 વ્યક્તિઓએ મુકી હતી જામીન અરજી, 7 ફેબ્રુઆરીએ આવશે ચુકાદો

બગદાણા કેસમાં જામીન અરજી અંગેનો ચુકાદો પેન્ડિંગ
Published by: Offbeat Team
| Last Updated: Feb 06, 2026, 02:41 PM IST

ભાવનગર જિલ્લાના બગદાણા ગામના નવનીત બાલધિયા કેસને લઈને મામલો વધુ એક વખત ચર્ચામાં આવ્યો છે. આ બહુચર્ચિત કેસમાં આરોપી જયરાજ આહીર સહિત કુલ 6 વ્યક્તિઓ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર આજે મહુવા કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી.

બંને પક્ષના વકીલોએ પોતાની-પોતાની દલીલો રજૂ કરી હતી

મહુવા કોર્ટમાં યોજાયેલી સુનવણી દરમિયાન બંને પક્ષના વકીલોએ પોતાની-પોતાની દલીલો રજૂ કરી હતી. બચાવ પક્ષ દ્વારા આરોપીઓને જામીન પર મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી, જ્યારે સામે પક્ષ દ્વારા આરોપોની ગંભીરતા ધ્યાનમાં લઈ જામીન ન આપવાની દલીલ કરવામાં આવી હતી.

જામીન અંગેનો ચુકાદો આવતીકાલે આપવામાં આવશે

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મહુવા કોર્ટ દ્વારા જયરાજ આહીર સહિત તમામ આરોપીઓની જામીન અરજી અંગેનો ચુકાદો હાલ પૂરતો પેન્ડિંગ રાખવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા આ મામલે વધુ વિચારણા બાદ આવતીકાલ તારીખ 7 ફ્રેબુઆરી પર રાખ્યો છે. જામીન અંગે અંતિમ ચુકાદો આવતીકાલે આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. નવનીત બાલધિયા કેસ પહેલેથી જ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હોવાથી કોર્ટના આવનારા ચુકાદા પર સૌની નજર ટકી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now