JP Power ( Jaiprakash Power Ventures Ltd ) કંપનીનાં શેર 22-23 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે, ત્યારે લોંગ ટર્મ ટેકનિકલ ચાર્ટ સૂચવે છે કે ₹34 ના સ્તર સુધીની અપસાઈડ જોવા માટે JP પાવરના શેરને ₹23.90 ના સ્તરથી ઉપર સતત ટ્રેડ કરવાની જરૂર છે.
દેવાદાર જયપ્રકાશ એસોસિએટ્સની પેટાકંપની, જયપ્રકાશ પાવર વેન્ચર્સ (Jaiprakash Power Ventures Ltd ) JP Power ના શેરમાં છેલ્લા કેટલાક મહિનાથી તેજી જોવાઈ રહી છે. જુલાઈમાં અત્યાર સુધી, JP પાવરના શેરમાં માત્ર 6 ટ્રેડિંગ સેશનમાં 25 ટકાનો વધારો થયો છે અને છેલ્લા બે મહિનામાં 74 ટકાથી વધુનો વધારો થયો છે.
શેરબજારના નિષ્ણાંતોએ આ તેજી માટે પેરેન્ટ કંપની - જયપ્રકાશ એસોસિએટ્સ - ની ચાલી રહેલી નાદારી કાર્યવાહીને જવાબદાર ગણાવી છે, જેમાં અદાણી ગ્રુપ ₹12,500 કરોડ સુધીની બોલી લગાવીને સોથી આગળ છે. અદાણી ગ્રુપ ઉપરાંત, દાલમિયા ગ્રુપ પણ રેસમાં છે.





















