Home Business Jp Power And Jal Shares Jumps Up To 15 Percent As Gautam Adani Emerged As Highest Bidder To Acquire Jp Assoicates

Adani ગ્રુપની Power ગેમ : દેવાળું ફૂંકનારી કંપની પર લગાવ્યો 126000000000 કરોડનો દાવ, શેર થયો રોકેટ

Adani ગ્રુપની Power ગેમ
Published by: OBS Bureau
Last Updated: Jul 08, 2025, 12:15 PM IST

Adani Group and JP Associates Deal : JP Associates ને ખરીદવા માટે અદાણી ગ્રુપે સૌથી મોટી બોલી લગાવી છે. JP Associates એક સમયે ભારતની સૌથી મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ કંપનીઓમાં ગણાતા હતા. પરંતુ આજે ભારે દેવાના બોજને કારણે આ કંપની નાદારીની પ્રક્રિયામાં અટવાઈ ગઈ છે.

1995 માં સ્થપાયેલી JP Associates રિયલ એસ્ટેટ, સિમેન્ટ, પાવર, હોસ્પિટાલિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં કામ કરતી હતી. દિલ્હી-નોઇડા જેવા શહેરોમાં તેની પાસે જેપી વિશટાઉન જેવા મોટા પ્રોજેક્ટ હતા. પરંતુ કંપનીએ પોતાનો વ્યવસાય વધારવા માટે બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી મોટી લોન લીધી.

જ્યારે કંપની આ લોનના વ્યાજ અને હપ્તા ચૂકવવામાં નિષ્ફળ ગઈ ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ. પ્રોજેક્ટ્સમાં વિલંબ, બજારમાં મંદી અને મેનેજમેન્ટની કેટલીક ભૂલો પણ આનું કારણ બની.

અંતે, 3 જૂન, 2024 ના રોજ, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ની અલ્હાબાદ બેન્ચે કંપનીને નાદારી પ્રક્રિયામાં મોકલી દીધી.

Adani Group આ રેસમાં આગળ છે. અહેવાલો અનુસાર, અદાણીએ 12,500 કરોડ રૂપિયાની બોલી લગાવી છે, જેમાંથી તેમણે 8,000 કરોડ રૂપિયાની એડવાન્સ ચુકવણી કરવાનું પણ વચન આપ્યું છે. અદાણી ગ્રુપને લાગે છે કે જયપીના સિમેન્ટ, રિયલ એસ્ટેટ અને પાવર સેક્ટરના પ્રોજેક્ટ્સ તેમના વ્યવસાયને વધુ મજબૂત બનાવી શકે છે.

અદાણી જેપીના અધૂરા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરીને મોટો ફાયદો ઉઠાવી શકે છે, ખાસ કરીને નોઈડા જેવા વિસ્તારોમાં. અદાણી ગ્રુપ ઉપરાંત, ઘણી મોટી કંપનીઓ પણ આ રેસમાં હતી. આમાં અનિલ અગ્રવાલની વેદાંત, દાલમિયા ભારત સિમેન્ટ, જિંદાલ પાવર અને પીએનસી ઇન્ફ્રાટેકનો સમાવેશ થાય છે.

જેપી એસોસિએટ્સ પર લગભગ ₹૫૫ હજાર કરોડનું દેવું છે. જો અદાણી ગ્રુપ તેને ₹12,500 કરોડમાં ખરીદે છે, તો ધિરાણકર્તાઓને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now