Home Tech/Gadgets Jio Amazing Plan 13 Ott Subscriptions And Unlimited 5g Access

'મુકેશ કાકા'એ યૂઝર્સ માટે ખોલ્યો ખજાનો! : Jio નો ધમાકેદાર પ્લાન લોન્ચ! 13 OTT સબ્સક્રિપ્શન અને આ બધું જ મફત.. મફત... મફત

'મુકેશ કાકા'એ યૂઝર્સ માટે ખોલ્યો ખજાનો!
Published by: OBS Bureau
Last Updated: Feb 05, 2025, 03:39 PM IST

Jio OTT Subscription: Reliance Jio પોતાના ગ્રાહકો માટે અનેક યોજનાઓ લાવતું રહે છે. આ પ્લાન યૂઝર્સની જરૂરિયાતો અનુસાર હોય છે. એવામાં જો તમને મનોરંજનથી ભરપૂર પ્લાન ઈચ્છો છો તો અમે તમારા માટે આવો જ એક વિકલ્પ લાવ્યા છીએ. અમે વાત કરી રહ્યા છીએ જિયોના 445 રૂપિયાના પ્લાન વિશે... જે એવા યુઝર્સ માટે બનાવવામાં આવ્યો છે જેઓ બેઝિક કનેક્ટિવિટી કરતાં વધુની અપેક્ષા રાખે છે. આ પ્લાન સાથે તમને અનલિમિટેડ 5G એક્સેસ, 2GB દૈનિક ડેટા, ફ્રી વોઇસ કોલ અને 13 OTT પ્લેટફોર્મનું સબ્સ્ક્રિપ્શન મળે છે. ચાલો આ પ્લાન વિશે વિગતવાર જાણીએ.

જિયોનો 445 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
જિયોનો આ નવો પ્લાન ફક્ત સારી કનેક્ટિવિટી જ નહીં પરંતુ તમારા મનોરંજનનું પણ ધ્યાન રાખે છે. આ પ્લાન હેઠળ યુઝર્સ ભારતમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકે છે. આ ઉપરાંત તમને દરરોજ 100 મફત SMS અને 2GB દૈનિક ડેટાનો લાભ મળે છે. 2GB ની ડેઈલી લિમિટ સમાપ્ત થયા પછી ઇન્ટરનેટ સ્પીડ પણ ઘટે છે. વેલિડિટીની વાત કરીએ તો આ પ્લાન સાથે Jio તેના યુઝર્સને 28 દિવસની વેલિડિટી આપે છે, જેથી યુઝર્સ આખા મહિના માટે કોઈપણ મુશ્કેલી વિના ઇન્ટરનેટ અને કોલિંગનો આનંદ માણી શકે છે.

13 OTT સબ્સ્ક્રિપ્શન્સ
Jioના આ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની સાથે તમને 13 OTT પ્લેટફોર્મનું સબ્સ્ક્રિપ્શન મળે છે. તે એવા યૂઝર્સ માટે શ્રેષ્ઠ છે જે ઓનલાઈન સ્ટ્રીમિંગને પસંદ કરે છે. આ યાદીમાં SonyLIV, ZEE5, JioCinema, Lionsgate Play, Discovery+, SunNXT, Kanchha Lanka, Planet Marathi, Hoichoi, Chaupal, FanCodeનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત આ પ્લાનમાં JioTV પ્રીમિયમ અને JioCloud નું સબ્સ્ક્રિપ્શન પણ ઉપલબ્ધ છે. JioTV પ્રીમિયમ યૂઝર્સને લાઇવ ટીવી ચેનલો અને ઓન ડિમાન્ડ કન્ટેન્ટનું ઍક્સેસ આપે છે, જ્યારે JioCloud ગ્રાહકોને તેમનો ડેટા સુરક્ષિત રીતે સંગ્રહિત કરવાની મંજૂરી આપે છે.

જોકે આ પ્લાન ઘણી શાનદાર સુવિધાઓ સાથે આવે છે, તેમાં JioCinema Premium શામેલ નથી. JioCinema પ્રીમિયમની મદદથી યૂઝર્સ હોલીવુડ કન્ટેન્ટ અને લાઇવ સ્પોર્ટ્સ સ્ટ્રીમિંગનો આનંદ માણી શકે છે. આ માટે ગ્રાહકોએ દર મહિને 29 રૂપિયા અલગથી ચૂકવવા પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now