જૂનાગઢ: ગુજરાતમાં લોકસાહિત્ય અને ભજનની પરંપરા સદીઓ જૂની છે, પરંતુ ક્યારેક આવા કાર્યક્રમોમાં એવા દ્રશ્યો સર્જાય છે, જે આખા દેશનું ધ્યાન ખેંચે છે. આવો જ એક આશ્ચર્યજનક કિસ્સો જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના પંથકમાં જોવા મળ્યો છે. અહીં યોજાયેલા એક લોક ડાયરામાં પ્રખ્યાત ગાયક જીગ્નેશ કવિરાજ પર નોટોનો એવો વરસાદ થયો કે મંચ પર રૂપિયાના ઢગલા થઈ ગયા હતા. લોકોએ માત્ર હાથેથી જ નહીં, પરંતુ થેલા અને બોરીઓ ભરી-ભરીને નોટો ઉડાડતા આશ્ચર્યજનક દ્રશ્યો સર્જાયા હતા. આ ભવ્ય કાર્યક્રમના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે.
શિક્ષણ વિભાગમાં ભરતી અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય: BRC, URC અને CRC કો-ઓર્ડિનેટરની ભરતી, આ વેબસાઇટ પરથી કરો અરજી
આ કાર્યક્રમ ખંભાળિયામાં પ્રયાગરાજ ગ્રુપ દ્વારા આયોજિત 'શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ'ના ઉપલક્ષમાં રાખવામાં આવ્યો હતો. રાત્રિ દરમિયાન યોજાયેલા આ લોક ડાયરામાં ભજન અને લોક સંગીતની એવી જમાવટ થઈ કે શ્રોતાઓ ભક્તિના રંગે રંગાઈ ગયા હતા. જાણીતા ભજનીક જીગ્નેશ કવિરાજે જ્યારે શ્રીકૃષ્ણ અને મિત્રતાના ભજનો રજૂ કર્યા ત્યારે માહોલ એટલો ઉત્સાહપૂર્ણ બની ગયો હતો કે બે કલાક સુધી સતત ધનવર્ષા ચાલુ રહી હતી.
જયરાજ આહિર પણ મંચ પર પહોંચ્યા, બોરીઓ ભરીને નોટો ઉડી
ડાયરો જ્યારે બરાબર જામ્યો હતો, ત્યારે પ્રસિદ્ધ લોક કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પણ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ મન મૂકીને રૂપિયા ઉડાડ્યા હતા. શરૂઆતમાં લોકો સામાન્ય રીતે નોટો ઉડાડતા દેખાયા હતા, પરંતુ કાર્યક્રમ જેમ-જેમ આગળ વધ્યો તેમ શ્રોતાઓનો ઉત્સાહ બેવડાયો હતો. લોકો થેલા અને બોરીઓ ભરીને નોટો લાવ્યા હતા અને કલાકારો પર વરસાવી હતી. અંદાજે દોઢથી બે કલાક સુધી મંચ પર ચલણી નોટોનો વરસાદ થતો રહ્યો હોય તેવા અદભૂત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.
Work From Home લાગૂ કરશે ગુજરાત સરકાર?: કેબિનેટમાં CMએ આપ્યાં મોટા સંકેત, કરકસર માટે કવાયત
આ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રોતાઓ ભજનોની સૂરો પર નાચતા જોવા મળ્યા. આ દરમિયાન, પ્રખ્યાત લોક કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પણ સ્ટેજ પર પહોંચ્યા અને મુક્તપણે પૈસા ફેંક્યા. શરૂઆતમાં, લોકો પોતાના હાથથી નોટોના બંડલ ફેંકતા જોવા મળ્યા, પરંતુ જેમ જેમ કાર્યક્રમ વેગ પકડતો ગયો, તેમ તેમ તેમણે નોટોના બેગ અને કોથળા ફેંકવાનું શરૂ કર્યું. લગભગ દોઢથી બે કલાક ચાલેલા આ કાર્યક્રમમાં સ્ટેજ પર સતત પૈસાનો પ્રવાહ જોવા મળ્યો.
એકત્ર થયેલી રકમનો ધાર્મિક અને સેવાકીય કાર્યોમાં થશે ઉપયોગ
નોટોના આટલા મોટા વરસાદને જોઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે. જોકે, આયોજકોએ સ્પષ્ટતા કરી છે કે આ ડાયરા દરમિયાન જે કંઈ પણ રકમ એકત્ર થઈ છે, તેનો ઉપયોગ કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં પરંતુ ધાર્મિક આયોજન અને વિવિધ સેવાકીય કાર્યો માટે કરવામાં આવશે. ગૌસેવા કે સામાજિક કલ્યાણ માટે ડાયરામાં આ રીતે 'ઘોળ' કરવાની પરંપરા કાઠિયાવાડમાં વર્ષોથી ચાલી આવે છે, પરંતુ બોરીઓ ભરીને નોટો ઉડાડવાનું દ્રશ્ય અત્યંત દુર્લભ હોવાથી તેની સર્વત્ર ચર્ચા થઈ રહી છે.






