Home Gujarat Jetalpur Swaminarayan Temple Bicentennial Celebration Cm Bhupendra Patel Attended The Avsar

જેતલપુર સ્વામિનારાયણ મંદિર દ્વિશતાબ્દી મહોત્સવ : CM ભૂપેન્દ્ર પટેલે 'અવસર' માં આપી હાજરી

જેતલપુર સ્વામિનારાયણ મંદિર દ્વિશતાબ્દી મહોત્સવ
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2026, 07:48 AM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ 'અવસર' માં જણાવ્યું હતું કે આજે જેતલપુર ધામની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થયાં છે. સ્વામિનારાયણ ભગવાને પોતે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હશે, એ દિવસ ભવ્ય અને દિવ્ય હશે! સ્વામિનારાયણ ભગવાને પોતે પ્રાણ પ્રતિષ્ઠા કરીને સ્થાપેલા નવ મંદિરોમાંથી જેતલપુરનું મંદિર પાંચમું હતું, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વિશ્વના સાંપ્રત પ્રવાહોમાં પણ ભારત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મજબૂત રહ્યું છે. વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીએ, એવું તેમણે ઉમેર્યું હતું.

CM ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયનું સામાજિક સમરસતામાં મોટું યોગદાન રહ્યું છે. સમાજમાંથી કુરિવાજો અને અંધશ્રદ્ધા દૂર કરવાનું મોટું કામ સ્વામિનારાયણ ભગવાને કર્યું હતું અને આજે આ સંપ્રદાયના સાધુ-સંતો પણ એ જ કામ કરી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો અને હરિભક્તોએ હંમેશાં રાષ્ટ્રહિતની ભાવના સાથે સેવાકાર્યો કર્યા છે.

આ પ્રસંગે પૂજ્ય તેજેન્દ્રપ્રસાદ મહારાજે જણાવ્યું હતું કે ધર્મમાં રાજકારણ ન હોવું જોઈએ, પરંતુ રાજકારણમાં જ્યારે ધર્મનાં મૂલ્યોનું પાલન કરવામાં આવે ત્યારે તે શોભી ઊઠે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં રાજકારણમાં ધર્મને આગળ રાખ્યો છે. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની જનતા ખૂબ સુખી થાય, એવા આશીર્વાદ પણ તેજેન્દ્રપ્રસાદજી મહારાજે આપ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now