ગુજરાત મંત્રીમંડળનાથયેલા વિસ્તરણ બાદ નવા મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાઓને મંત્રીપદ આપવામાં આવી રહ્યું છે. જેમાં જામનગર ઉત્તરથી ભાજપની ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાને પણ મંત્રીપદ મળ્યું છે.
કોણ છે રીવાબા જાડેજા?
રીવાબા મૂળ રાજકોટની વતની છે અને મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેમની ઓળખ માત્ર રાજકીય નથી, તેઓ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની છે. વર્ષ 2016માં રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન થયા હતા. રાજપૂત સમુદાયના સંગઠન સાથે જોડાયેલા છે. તેઓ વર્ષ 2019માં ભાજપમાં જોડાયા બાદથી સતત પાર્ટી કાર્યક્રમોમાં સક્રિય દેખાતા રહ્યા છે. રીવાબાએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં જામનગર ઉત્તર બેઠક પરથી 18,914 મતોથી જીત મેળવી હતી.
રીવાબાનું રાજકીય ઉઠાન
ભાજપમાં જોડાયા બાદ રીવાબાએ તરત જ લોકપ્રિયતા હાંસલ કરી હતી. ખાસ કરીને પાટીદાર અને રાજપૂત સમુદાયમાં તેમના જોડાણ તેમજ તેઓ કોઈપણ વિવાદમાં પણ આવ્યા નથી.
રીવાબાને કેમ મળ્યું આ સ્થાન?
રીવાબાને મળેલું મંત્રીપદ મહિલા નેતાઓને વધતી ભૂમિકા આપવાનો સંકેત આપે છે. મહિલાઓ, યુવાનો અને સામાજિક કાર્યના ક્ષેત્રે તેમના કાર્યને ધ્યાનમાં લઈ, ભાજપે તેમને મંત્રીમંડળમાં સ્થાન આપ્યું હોવાની શક્યતા છે.
રાજકીય મહત્વ
રીવાબાનું મંત્રીપદના રૂપે મંચ પર આગમન માત્ર વ્યક્તિગત જીત નથી, પણ ગુજરાતમાં મહિલાઓના નેતૃત્વની દિશામાં એક મોટું પગલું ગણાય છે. તેઓ ભાજપના યુવા અને નવા ચહેરાના પ્રતીક તરીકે ઉભરી રહ્યા છે.






