Home Gujarat Jamnagar Moharram Angara Par Chalvani Parampara 8mi Moharram

જામનગરમાં આસ્થાની અનોખી આસ્થા : "યા હુસૈન... યા હુસૈન..." ના ગગનભેદી નારા વચ્ચે ધખધખતા અંગારા પર ખુલ્લા પગે ચાલ્યા શ્રદ્ધાળુઓ

Jamnagar News
Published by: OBS Bureau
Last Updated: Jun 24, 2026, 06:24 AM IST

Jamnagar News: સમગ્ર વિશ્વમાં મહોરમ માસ દરમિયાન કરબલાના શહીદોને યાદ કરવામાં આવે છે, ત્યારે જામનગરમાં આસ્થા અને શ્રદ્ધાનું એક અનોખું અને અલૌકિક દ્રશ્ય જોવા મળ્યું છે. જામનગરમાં વસતા મુસ્લિમ સમાજના શ્રદ્ધાળુઓ દ્વારા આઠમી મહોરમે એક વિશેષ અને હૃદયસ્પર્શી ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રદ્ધાળુઓ ધખધખતા અંગારા પર ખુલ્લા પગે ચાલ્યા હતા.

કરબલાના કષ્ટોની યાદ અને 'યા હુસૈન'નો નાદ

સદીઓ પહેલાં કરબલાના મેદાનમાં ઇમામ હુસૈન અને તેમના સાથીઓએ સત્ય કાજે શહાદત વહોરી હતી. કરબલાની એ તપ્ત (ધગધગતી) ધરતી પર શહીદોએ વેઠેલા અસહ્ય કષ્ટો અને તકલીફોને યાદ કરવા માટે આ અનોખી પરંપરા નિભાવવામાં આવે છે.

GIFT Cityમાં વિદેશી દારૂ સસ્તો થશે? : ગુજરાત સરકારના નવા નિર્ણયથી મોટી રાહત

આ ધાર્મિક વિધિ દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ધખધખતા અંગારાની પરવા કર્યા વિના, માત્ર અને માત્ર ઇમામ હુસૈન પ્રત્યેની પોતાની અતૂટ આસ્થા અને શ્રદ્ધા વ્યક્ત કરવા માટે શ્રદ્ધાળુઓ "યા હુસૈન... યા હુસૈન..." ના ગગનભેદી નારા સાથે અંગારા પરથી પસાર થયા હતા.

ખોજા શિયા ઇશ્ના અશરી જમાતની 60 વર્ષ જૂની પરંપરા

જામનગરમાં આ પરંપરા કોઈ નવી નથી. અહીં ખોજા શિયા ઇશ્ના અશરી જમાત દ્વારા છેલ્લા 50 થી 60 વર્ષથી આ પરંપરા ખૂબ જ આદરપૂર્વક અને જાળવી રાખવામાં આવી છે. બદલાતા સમય સાથે પણ લોકોની શ્રદ્ધા જરાય ઓછી થઈ નથી, અને દાયકાઓ જૂની આ પરંપરા આજે પણ એટલી જ અકબંધ શ્રદ્ધા અને પવિત્રતા સાથે ઉજવવામાં આવે છે.

'કટોરો છોડાવી બાળકોના હાથમાં પુસ્તક આપ્યું અમદાવાદ પોલીસે' : થલતેજની શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન બોલ્યા DyCM હર્ષ સંઘવી

મોટી સંખ્યામાં જનમેદની ઉમટી

આ વિશેષ ધાર્મિક વિધિના સાક્ષી બનવા માટે માત્ર જામનગર શહેર જ નહીં, પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધા, ભક્તિ અને ત્યાગના પ્રતીક સમાન આ દ્રશ્યોએ ઉપસ્થિત સૌ કોઈને ભાવવિભોર કરી દીધા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now