Home Gujarat Rajkot Jamnagar Devbhoomi Dwarka Solar Scheme Pm Surya Ghar Gujarat

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોલાર ક્રાંતિનો ઉદય : 23 હજારથી વધુ ઘરો થયા સૂર્યઊર્જાથી પ્રકાશિત

Jamnagar News
Published by: Viral Patel
Last Updated: May 28, 2026, 11:38 AM IST

Jamnagar News: હાલ સતત પડતી ગરમી અને ઇન્ટરનેટના યુગમાં વીજળીનો વપરાશ અને માંગ વધી છે. ત્યારે વીડબીલ ઓછો કરવા લોકો સૌલારનો ઉપયોગ કરતા થયા છે. પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) ના જામનગર વર્તુળ દ્વારા ચાલુ મે મહિનાને વિશેષ રીતે ‘મંથ ઓફ સોલાર’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી ‘પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના’ ને વધુ લોકપ્રિય બનાવવા તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોના લોકો સુધી યોજનાનો લાભ પહોંચાડવા માટે તંત્ર દ્વારા વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું છે.

કલોલની કાયાપલટ! : અમિત શાહના હસ્તે નવી લાયબ્રેરી, સ્કૂલ અને તળાવોનું સૌંદર્યીકરણ, જાણો બીજું શું કર્યું

લોકો પોતાના ઘરો પર સોલાર પેનલ સ્થાપિત કરી મફત વીજળીનો લાભ લઈ રહ્યા છે. ખાસ કરીને સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોમાં યોજનાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિભાગ દ્વારા યોજનાની જાણકારી દરેક ઘેર પહોંચે તે માટે PGVCL દ્વારા પ્રયાસો કરવામાં છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ યોજના પ્રત્યે જાગૃતિ લાવવા ખાસ ‘વિલેજ કેમ્પિંગ’ યોજાઈ રહ્યા છે. ગામોમાં કેમ્પ ગોઠવી લોકોને સ્થળ પર જ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેથી ગ્રામ્ય પરિવારો સરળતાથી અરજી કરી શકે અને સરકારની સબસિડીનો લાભ મેળવી શકે.

માત્ર મે મહિનામાં જ ૪,૫૦૦થી વધુ નવી અરજીઓ થઈ છે. ચાલુ મે મહિનામાં જ જામનગર વર્તુળ હેઠળ ૪,૫૦૦થી વધુ નવી અરજીઓ પ્રાપ્ત થઈ ચૂકી છે. આ આંકડો દર્શાવે છે કે લોકો હવે પરંપરાગત વીજળી પરની નિર્ભરતા ઘટાડીને સોલાર ઊર્જા તરફ ઝડપથી વળી રહ્યા છે. જામનગર સર્કલ હેઠળ આવતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં અત્યાર સુધી કુલ ૨૩,૨૧૧ ઘરોમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાનો સફળ અમલ થઈ ચૂક્યો છે.

આણંદ, ભાવનગર અને સુરેન્દ્રનગરના મેયર જાહેર : ઉષા તલરેજા, દિપીકા પટેલ, રાકેશ રાઠોડને સોંપાયો તાજ

આ તમામ ઘરોમાં સોલાર પેનલ સાથે સોલાર મીટર પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.સોલાર સિસ્ટમ કાર્યરત થતા હજારો પરિવારોને હવે પોતાના વીજ બિલમાં મોટી રાહત મળી રહી છે. લાખો યુનિટ વીજળીની બચત થઈ રહી છે, જેના કારણે ગ્રાહકોના ખર્ચમાં ઘટાડો થયો છે. સાથે જ સોલાર ઊર્જાનો વધતો ઉપયોગ પર્યાવરણ માટે પણ લાભદાયી સાબિત થઈ રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now