જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાએ પૂંછમાં એક આતંકવાદી ઠેકાણાનો નાશ કરીને મોટી સફળતા મેળવી છે. સંયુક્ત ટીમે મોટી માત્રામાં ત્રણ ગ્રેનેડ અને દારૂગોળો જપ્ત કર્યો છે. શસ્ત્રોનો આ જથ્થો પૂંછના સુરનકોટ વિસ્તારમાંથી જપ્ત કરવામાં આવ્યો છે.
Terror hideout busted by J&K Police and Indian Army in Poonch
— Ashiq Mir (@ashumeer) July 5, 2025
Three grenades and huge cache of ammunition recovered
Recovery made from Surankote area of Poonch pic.twitter.com/RTIQ48qBST
શું શું મળી આવ્યું ?
સુરક્ષા દળોએ જણાવ્યું કે, આ ઠેકાણામાંથી ત્રણ હેન્ડ ગ્રેનેડ, ગોળીઓ, ચાર્જ લીડ, લોખંડનો સળિયો, વાયર કટર, છરી, પેન્સિલ સેલ, લાઇટર અને ઘણી બધી સામગ્રી મળી આવી છે.
સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી સર્ચ ઓપરેશન!
આ વિસ્તારમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી અને આતંકવાદીઓની ગતિવિધિઓ પર નજર રાખ્યા પછી સુરક્ષા દળોઓ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષા દળોની સતર્કતા અને સખત મહેનતને કારણે આ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે.






