જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના છત્રુ વિસ્તારમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ સર્ચ એન્ડ ડિસ્ટ્રોય ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. આ ઓપરેશન 9 એપ્રિલથી ચાલી રહ્યું હતું. આ પહેલા શુક્રવારે એક આતંકી માર્યો ગયો હતો. હવે સુરક્ષા દળોએ વધુ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા આતંકીઓમાં એક જૈશ-એ-મોહમ્મદનો ટોપ કમાન્ડર સૈફુલ્લાહ હતો. હાલમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને સુરક્ષા દળો એલર્ટ મોડ પર છે જેથી કરીને અન્ય કોઈ આતંકવાદી છુપાઈ ન જાય.
સેના 9 એપ્રિલથી કિશ્તવાડના છત્રુ જંગલમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. ગુરુવારે પણ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ પછી, સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સેના, પોલીસ અને CRPFના જવાનોની સાથે પેરા કમાન્ડો અન્ય આતંકવાદીઓની શોધમાં લાગેલા છે. રામનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પૂર્વા સિંહ પણ સુરક્ષા દળો સાથે મળીને આતંકવાદીઓને ખતમ કરવા માટે કામ કરી રહ્યા છે.
Op Chhatru
— White Knight Corps (@Whiteknight_IA) April 11, 2025
Based on specific #intelligence, a joint search and destroy #operation along with @JmuKmrPolice was launched on 09 Apr in #Chhatru forest #Kishtwar.
Contact was established late evening on the same day. The #terrorists were effectively engaged and firefight ensued.… pic.twitter.com/QqTwQzoQE3
આતંકવાદી ગતિવિધિઓને રોકવા માટે સુરક્ષાના પગલાં
આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા અને જમ્મુ અને કાશ્મીરમાં સલામત ટ્રાફિક સુનિશ્ચિત કરવા માટે, સેનાએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 (NH-44) પર સુરક્ષાને વધુ મજબૂત બનાવી છે. આ હાઇવે કેન્દ્રશાસિત પ્રદેશના ઘણા ભાગોને જોડે છે. આર્મીએ શસ્ત્રો અને સામાનની દાણચોરી માટે આતંકવાદીઓ દ્વારા ઉપયોગ કરવાના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે ઘણા મોટા પગલા લીધા છે.
સેનાએ હાઈવે પર દિવસ-રાત પેટ્રોલિંગ વધારી દીધું છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારો અને મહત્વના સ્થળો પર નજર રાખવામાં આવી રહી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના સહયોગથી ઘણી જગ્યાએ મોબાઈલ વ્હીકલ ચેક પોસ્ટ (MVCPs) સ્થાપિત કરવામાં આવી છે. આ ચેકપોસ્ટ ઓચિંતી તપાસ કરે છે, જેના કારણે આતંકવાદીઓ માટે આ માર્ગનો દુરુપયોગ કરવો મુશ્કેલ બને છે. આ ચેકપોસ્ટ પર શંકાસ્પદ વાહનો અને લોકોની તલાશી લેવામાં આવી રહી છે.





