Home International Jammu And Kashmir 3 Soldiers Martyred 3 Terrorists Killed In Kathua Encounter

Jammu Kashmir: કઠુઆ એન્કાઉન્ટરમાં 3 જવાન શહીદ : 3 આતંકવાદીઓ ઠાર

Jammu Kashmir: કઠુઆ એન્કાઉન્ટરમાં 3 જવાન શહીદ
Published by: OBS Bureau
Last Updated: Mar 27, 2025, 05:22 PM IST

Jammu Kashmir: જમ્મુ ક્ષેત્રના કઠુઆ જિલ્લામાં સતત 4 દિવસથી આતંકવાદીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. ગુરુવારે રાજબાગના ઘાટી જુથાના વિસ્તારના જાખોલે ગામ પાસે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. આતંકીઓ સામેના આ ઓપરેશનમાં ત્રણ જવાનો પણ શહીદ થયા છે. હિરાનગર સેક્ટરમાં રવિવારના એન્કાઉન્ટર સ્થળથી જાખોલે ગામ લગભગ 30 કિલોમીટર દૂર છે.

એવું માનવામાં આવે છે કે માર્યા ગયેલા આતંકવાદીઓ એ જ જૂથનો ભાગ છે જેની સાથે રવિવારે સાંજે હીરાનગરમાં સુરક્ષા દળોનું એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટર લગભગ 30 મિનિટ સુધી ચાલી હતી. આ પછી આતંકીઓ ફરાર થઈ ગયા હતા. આ ઓપરેશનને આગળ વધારતા સેનાની સાથે પોલીસ, CRPF, NSG અને BSFએ પણ મોરચો સંભાળ્યો છે.


આ સંબંધમાં સાન્યાલથી ડીંગ અંબ અને તેનાથી આગળ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સુરક્ષા દળોને મદદ કરવા અને આતંકવાદીઓને ખતમ કરવા માટે આ ઓપરેશનમાં હેલિકોપ્ટર, યુએવી, ડ્રોન, બુલેટપ્રૂફ વાહનો અને ડોગ સ્ક્વોડને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,