Home International Jaishankar On Us Plan To Tax Top Russian Oil Buyers Lindsey Graham 500 Percent Tariffs Indi

'જ્યારે તે સમય આવશે, ત્યારે...' : US સાંસદના નવા રશિયા વિરોધી બિલ પર બોલ્યા એસ જયશંકર

'જ્યારે તે સમય આવશે, ત્યારે...'
Published by: OBS Bureau
Last Updated: Jul 03, 2025, 09:12 AM IST

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે રશિયન તેલના મુખ્ય ખરીદદારો પર 500% ટેરિફ લાદવાની અમેરિકાની યોજના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જ્યારે આ મુદ્દો સામે આવશે ત્યારે ભારત યોગ્ય પગલાં લેશે. જયશંકર અમેરિકાના ચાર દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું કે, ભારતે રશિયા સાથે વેપાર કરતા દેશો પર 500% ડ્યુટી લાદવાનું બિલ રજૂ કરનારા યુએસ સાંસદ સમક્ષ ઊર્જા સુરક્ષા અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. વોશિંગ્ટનમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જયશંકરે કહ્યું, "અમે એવા વિકાસ પર ખૂબ જ નજીકથી નજર રાખીએ છીએ જે ભારતના હિતમાં હોય અથવા તેને અસર કરી શકે"
'જ્યારે તે સમય આવશે, ત્યારે જોઈશું'

તેમણે કહ્યું કે, ભારત સરકાર અને ભારતીય દૂતાવાસ યુએસ રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામના સંપર્કમાં છે. ગ્રેહામ એ જ સેનેટર છે જેમણે આ કઠિન બિલ રજૂ કર્યું છે. બિલ રજૂ કરતી વખતે તેમણે ખાસ કરીને ભારત અને ચીનનું નામ લીધું અને આરોપ લગાવ્યો કે આ દેશો મળીને પુતિનનું 70% તેલ ખરીદી રહ્યા છે. વધુમાં કહ્યું કે, "મને લાગે છે કે અમે ગ્રેહામ સાથે અમારી ઉર્જા સુરક્ષા ચિંતાઓ અને હિતો સ્પષ્ટપણે શેર કર્યા છે. હવે જોવાનું બાકી છે કે આ બિલ કેટલું આગળ વધે છે. જ્યારે સમય આવશે, ત્યારે અમે ''તે પુલ પાર કરીશું"
ટ્રમ્પનો બિલ અને ભારતને નવા પડકાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનથી આ બિલ વધુ જટિલ બની રહ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ પહેલાથી જ આ બિલને સમર્થન આપી ચૂક્યા છે. આ બિલ એવા દેશો પર 500% આયાત શુલ્કની માંગ કરે છે જે હજુ પણ રશિયા સાથે વેપાર કરી રહ્યા છે - જેમાં ભારત અને ચીનનો સમાવેશ થાય છે. નિષ્ણાતો માને છે કે આ બિલ અમેરિકાની વ્યૂહરચનાનો એક ભાગ છે જેના દ્વારા તે યુક્રેન યુદ્ધ પર વાટાઘાટો કરવા માટે રશિયા પર દબાણ કરવા માંગે છે. જો આ બિલ પસાર થાય છે, તો ભારતની અમેરિકામાં નિકાસ પર ખરાબ અસર પડી શકે છે. 500% શુલ્ક ભારતીય વેપાર માટે મોટો ફટકો સાબિત થશે.
રશિયા પાસેથી ભારતની તેલ ખરીદીમાં વધારો
રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઇલની ખરીદી સતત વધી રહી છે. મે 2025માં આ આયાત દરરોજ 1.96 મિલિયન બેરલ સુધી પહોંચી ગઈ, જે છેલ્લા 10 મહિનામાં સૌથી વધુ છે. હવે પરિસ્થિતિ એવી છે કે ભારતે પશ્ચિમ એશિયાઈ દેશો કરતાં રશિયા પાસેથી વધુ તેલ ખરીદવાનું શરૂ કર્યું છે. આ વલણ ફેબ્રુઆરી 2022 પછી શરૂ થયું, જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો અને પશ્ચિમી દેશોએ રશિયા પર અનેક પ્રતિબંધો લાદ્યા. આ પછી, રશિયાએ ભારત અને ચીન જેવા દેશોને ડિસ્કાઉન્ટ દરે તેલ વેચવાનું શરૂ કર્યું, જેને ભારતીય રિફાઇનરીઓએ સહેલાઈથી સ્વીકારી લીધું. ભારત હાલમાં તેની ઊર્જા જરૂરિયાતોના 40-45% ક્રૂડ તેલમાંથી પૂર્ણ કરે છે, જેમાં રશિયાનો હિસ્સો ઝડપથી વધ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video