Home International Jaipur Cemetery Women Are Not Safe Even In Their Graves After Death

મર્યા પછી પણ કબરોમાં સુરક્ષિત નથી મહિલાઓ...! : જયપુરની કબ્રસ્તાનમાં ચાલી રહ્યો છે ખૌફનાક ખેલ

મર્યા પછી પણ કબરોમાં સુરક્ષિત નથી મહિલાઓ...!
Published by: OBS Bureau
Last Updated: Jul 02, 2025, 01:41 PM IST

જીવિત મહિલાઓ પર અત્યાચારના ઘણા કિસ્સાઓ સાંભળ્યા છે, પરંતુ હવે રાજસ્થાનના જયપુરમાં કબ્રસ્તાનમાં દફનાવવામાં આવેલી મહિલાઓ સાથે કંઈક ખોટું થઈ રહ્યું હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

વાસ્તવમાં, જયપુરના સૌથી ગીચ વસ્તીવાળા વિસ્તાર શાસ્ત્રી નગરમાંથી ચોંકાવનારા બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે, જ્યાં કબ્રસ્તાનમાં મહિલાઓની કબરો સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. પ્રશ્ન એ છે કે આ કબરોમાંથી કોણ અને શું કાઢી રહ્યું છે?

રિપોર્ટ મુજબ, છેલ્લા 15 દિવસમાં પાંચ કબરો ખોદવામાં આવી છે અને છેલ્લા 2 મહિનામાં લગભગ 15 કબરો ખોદવામાં આવી છે. આ બધું રાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે થાય છે. જ્યારે આસપાસના લોકોએ તૂટેલી કબરો અને ગુમ થયેલા કફનો જોયા, ત્યારે અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ.

લોકો કહે છે કે કાં તો કોઈ ડ્રગ્સનો વ્યસની અહીં આવે છે અથવા કોઈ તાંત્રિક પોતાના તંત્ર-મંત્ર માટે આ કામ કરી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને હવે લોકો કબ્રસ્તાનની રક્ષા કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video