Home Gujarat Jaguar Aircraft Crashes In Jamnagar One Pilot Killed One Injured

જામનગરમાં જગુઆર પ્લેન ક્રેશ : એક પાયલોટનું મોત, એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

જામનગરમાં જગુઆર પ્લેન ક્રેશ
Published by: OBS Bureau
Last Updated: Apr 02, 2025, 06:21 PM IST

જામનગર જિલ્લાના સુવરડા ગામ પાસે એક મોટો અકસ્માત સર્જાયો છે. જ્યાં એરફોર્સનું ફાઈટર પ્લેન જગુઆર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં એક પાયલોટનું મોત થયું છે જ્યારે પાયલટ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આસપાસનો વિસ્તાર આગની લપેટમાં આવી ગયો છે અને એસપી, કલેક્ટર અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

પ્લેન ક્રેશ બાદ એક દર્દનાક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે પાયલોટ ઘાયલ હાલતમાં જમીન પર પડેલો છે અને તેની આસપાસ લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. પ્લેનના ટુકડા ચારે બાજુ વિખરાયેલા છે અને આગ લાગી છે. અકસ્માત બાદ વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા પ્રસરી ગયા હતા. તેમજ પ્લેનના ટુકડા પણ દૂર સુધી પડ્યા છે. ઘટનાસ્થળે સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.


પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઈટર પ્લેન જામનગરમાં ક્રેશ થયું હતું. એક પાયલોટને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. ડેલુએ જણાવ્યું હતું કે, "એક પાયલોટ દુર્ઘટના પહેલા પ્લેનમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો, જ્યારે અન્ય હજુ પણ ગુમ છે. ક્રેશ લેન્ડિંગ બાદ પ્લેનમાં આગ લાગી હતી. પોલીસ અને ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ગુમ થયેલા પાયલટની શોધ શરૂ કરી દીધી છે."


જામનગરના કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં એરફોર્સનું પ્લેન ક્રેશ થયું છે. એક પાયલટને બચાવીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડ સ્થળ પર હાજર છે અને આગને કાબુમાં લીધી છે. એરફોર્સની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ, પોલીસ અને અન્ય ટીમો અહીં બચાવ માટે હાજર છે. સિવિલ સેક્ટરને કોઈ અસર થઈ નથી. પ્લેન ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now