ઈટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની હાલ તકલીફમાં છે. જ્યોર્જિયા મેલોની સામે ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી છે. મેલોની પર લિબિયાના પોલીસ અધિકારીને મુક્ત કરવાનો આરોપ છે જેની ICCના ધરપકડ વોરંટ બાદ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આ આરોપને કારણે તે રાજીનામું આપશે કે નહીં તે તો સમય જ જણાવશે. પરંતુ મેલોની રાજીનામું આપવાનું કોઈ દબાણ નથી. મેલોનીએ મંગળવારે કહ્યું કે તેને ન્યાયિક તપાસ હેઠળ રાખવામાં આવી છે.
મેલોની સામે કેમ થઈ રહી છે તપાસ?
ઓસામા એલમાસરી નાઝીમને ગયા અઠવાડિયે મુક્ત કરવામાં આવ્યો હતો અને ઇટાલિયન સરકારી વિમાનમાં ઘરે ગયો હતો. તુરીન શહેરમાં તેની ધરપકડના થોડા દિવસો બાદ આ ઘટના બની હતી. આઈસીસીએ આ નિર્ણય પર સ્પષ્ટતા માંગી છે અને કહ્યું છે કે તેમને આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
મેલોનીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેને અપરાધમાં મદદ કરવા અને ભંડોળના દુરુપયોગના આરોપમાં તપાસ હેઠળ મૂકવામાં આવી છે. તેઓ રાજીનામું આપે એ જરૂરી નથી. અને ઇટાલીમાં તપાસ હેઠળ મૂકવામાં આવે છે તે અપરાધ સૂચિત કરતું નથી, અને તેનો અર્થ એ નથી કે ઔપચારિક આરોપો દાખલ કરવામાં આવશે.
મેલોનીએ તેના ફેસબુક પ્રોફાઇલ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં જણાવ્યું હતું કે, "મને બ્લેકમેલ નહીં કરી શકો, મને ડરાવી નહી શકો, કદાચ એટલા માટે જ ઈટલીના વિકાસને નાપસંદ કરતા લોકો મને પણ નાપસંદ કરે છે.
યુરોપમાં જીવલેણ હીટવેવનો કહેર: ફ્રાન્સ, બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં 3,700થી વધુ લોકોના મોત






