Home International Isro Spadex Satellites Docking Mission Indias New Record In Space

અંતરિક્ષમાં વધુ એક ઇતિહાસ રચશે ISRO : સ્પેડેક્સ મિશન સાથે ભારત સ્પેસ ડોકીંગ કરનાર બનશે ચોથો દેશ

અંતરિક્ષમાં વધુ એક ઇતિહાસ રચશે ISRO
Published by: OBS Bureau
Last Updated: Jan 13, 2025, 07:54 AM IST

ISRO Spadex Satellites Docking Mission: ભારતીય અંતરિક્ષ એજન્સી ISRO અવકાશની દુનિયામાં વધુ એક ઇતિહાસ રચવા માટે તૈયાર છે. ભારત અવકાશમાં સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ (Spadex) કરવા જઈ રહ્યું છે. બન્ને અવકાશયાન આ માટે તૈયાર છે અને બન્ને એકબીજાથી 3 મીટરની નજીક પહોંચી ગયા છે. ઇસરો ટૂંક સમયમાં બન્ને અવકાશયાનોના અંતિમ ડોકીંગ અંગે નિર્ણય લેશે.

પહેલા બન્ને અવકાશયાન 15 મીટરની નજીક આવ્યા અને પછી બન્ને 3 મીટરની નજીક આવવામાં સફળ થયા. ઇસરોએ તેના X હેન્ડલ પર એક પોસ્ટ લખીને આ માહિતી આપી છે. ડોકીંગ થતા જ અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત સ્પેસ ડોકીંગ કરનાર ચોથો દેશ બનશે. હવે બન્ને અવકાશયાનોને એક-બીજાથી દૂર લઈ જવામાં આવી રહ્યા છે, જેથી ડોક-અનડોક કરવાની ક્ષમતા ચકાસી શકાય.



પહેલા બે વાર મુલતવી રાખ્યુ હતું સ્પેસ ડોકીંગ
ઇસરોએ X પરની એક પોસ્ટમાં લખ્યું છે કે, SpadeX મિશન માટે લોન્ચ કરાયેલા બે સેટેલાઈટ SDX01 (ચેઝર) અને SDX02 ટાર્ગેટ ટેસ્ટિંગ અટેમ્પટમાં એકબીજાથી માત્ર 3 મીટર દૂર હતા. પહેલા બે વખત આ સ્પેસ ડોકીંગ મુલતવી રાખવામાં આવ્યું છે અને હવે ટૂંક સમયમાં થવાની સંભાવના છે કારણ કે ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ રવિવારે બે અવકાશયાનોને 15 મીટરના અંતરથી 3 મીટરના અંતરે સફળતાપૂર્વક લાવ્યા છે. હવે અવકાશયાનને સુરક્ષિત અંતરે પાછું લઈ જવામાં આવી રહ્યું છે. જો મિશન સફળ થશે, તો આ ડોક-અનડોક ટેકનોલોજી ભારતના ભવિષ્યના મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે જેમ કે ચંદ્ર પરથી નમૂનાઓ પાછા લાવવા અને ભારતીય અવકાશ કેન્દ્રના નિર્માણ.

30 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવ્યું હતું મિશન
નોંધનીય છે કે, ઈસરોએ 30 ડિસેમ્બર 2024ના રોજ 'સ્પેડેક્સ' મિશન લોન્ચ કર્યું હતું. PSLV-C60 રોકેટને 220 કિલોગ્રામના બે સેટેલાઈટ સાથે ઈસરોએ શ્રીહરિકોટા આવેલ સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી અને અવકાશયાનને 475 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ બન્ને અવકાશયાનનું ડોકીંગ અગાઉ 7 જાન્યુઆરીએ થવાનું હતું, પરંતુ પવનની દિશામાં તીવ્ર ગતિએ ફેરફાર થવાને કારણે તેને મુલતવી રાખવું પડ્યું.



ત્યારબાદ 9 જાન્યુઆરીએ ડોકીંગ થવાનું હતું, પરંતુ બન્ને અવકાશયાન સુરક્ષિત રીતે 225 મીટરના અંતરે પહોંચ્યા પછી તેને મુલતવી રાખવામાં આવ્યું. હવે ત્રીજા પ્રયાસમાં બન્ને અવકાશયાન સફળતાપૂર્વક 3 મીટરના અંતરે આવ્યા અને બન્ને યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. હવે તેમને 225 મીટરના અંતરે પાછા લઈ જવામાં આવશે અને ફરીથી ડોક કરવામાં આવશે અને આ અંતિમ ડોકિંગ હશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક