ઇઝરાયેલે ગાઝા સીઝફાયર સમજૂતી હેઠળ શનિવારે (15 ફેબ્રુઆરી) 369 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા. જો કે, ઇઝરાયેલે આ વખતે કંઈક કર્યું છે, જે હમાસને ગંભીર ફટકો આપી શકે છે. ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલે અહેવાલ આપ્યો હતો કે ઈઝરાયેલે શનિવારે તમામ 369 કેદીઓને વિશેષ ટી-શર્ટ પહેરીને મુક્ત કર્યા હતા. ઇઝરાયેલે આ ટી-શર્ટ પર લખ્યું હતું-'ના ભૂલીશું , ના માફ કરીશું'.
ઈઝરાયલે આવું કેમ કર્યું?
દર વખતે ઇઝરાયેલી બંધકોની મુક્તિ પહેલાં હમાસ દ્વારા ઈવેન્ટ કરવામાં આવે છે. જેમાં ઈઝરાયેલી બંધકોને એક મંચ પર ઊભા કરવામાં આવ્યા હતા અને હમાસની પ્રશંસા કરવામાં આવી હતી.
હજારો પેલેસ્ટાઈનીઓ હમાસની ઘટના જોવા માટે એકઠા થયા હતા, જેનાથી ઈઝરાયેલ રોષમાં આવ્યું. આ વખતે યુદ્ધવિરામ સમજૂતી હેઠળ ઈઝરાયાયેલે બંધકોને મુક્ત તો કર્યા પરંતુ એક વિશેષ ટી શર્ટ પહેરાવીને મુક્ત કર્યા.
હમાસે 3 બંધકોને મુક્ત કર્યા
ગાઝા યુદ્ધવિરામ હેઠળ હમાસે ત્રણ ઇઝરાયેલી બંધકોને પણ મુક્ત કર્યા હતા. હમાસે સવારે 10 વાગ્યે (ઇઝરાયેલી સમય અનુસાર) ખાન યુનિસ વિસ્તારમાં ત્રણ બંધકોને રેડ ક્રોસને સોંપી દીધા હતા બાદમાં તેને ઈઝરાયેલી સેનાને સોંપવામાં આવ્યા હતા.
અત્યાર સુધીમાં બંધકોની પાંચ વખત અદલાબદલી થઈ છે.
7 ઓક્ટોબર, 2023ના હુમલા પછી શરૂ થયેલા ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ 15 મહિના પછી કરાર હેઠળ અટકાવવામાં આવ્યું હતું. ત્યારથી, બંને પક્ષોએ પાંચ વખત બંધકોની આપ-લે કરી છે.
યુરોપમાં જીવલેણ હીટવેવનો કહેર: ફ્રાન્સ, બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં 3,700થી વધુ લોકોના મોત






