Home International Is This What The Flood Is Like Several Earthquakes Hit The Destructive Volcano

શું પ્રલય આવવાનો છે? : વિનાશક જ્વાળામુખી પર આવ્યા અનેક ભૂકંપ

શું પ્રલય આવવાનો  છે?
Published by: OBS Bureau
Last Updated: Jul 11, 2025, 09:47 AM IST

અમેરિકાના ખતરનાક જ્વાળામુખી માઉન્ટ રેઇનિયરમાં ભૂકંપોની સિરીઝ શરૂ થઈ છે. યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 8 જુલાઈ, 2025 પછી આ વિસ્તારમાં અત્યાર સુધીમાં 334 નાના ભૂકંપ નોંધાયા છે. આ ઘટનાઓ 2009 પછીની સૌથી વધુ ભૂકંપ પ્રવૃત્તિ માની શકાય છે.

2.3 તીવ્રતાનો સૌથી મોટો ભૂકંપ 8 જુલાઈએ આવ્યો
કેસ્કેડ્સ વોલ્કેનો ઓબ્ઝર્વેટરી (CVO) અને પેસિફિક નોર્થવેસ્ટ સિસ્મિક નેટવર્ક (PNSN) અનુસાર, અત્યાર સુધીમાં નોંધાયેલા ભૂકંપોમાંથી મોટાભાગના ખૂબ નાની તીવ્રતાવાળા છે. સૌથી વધુ તીવ્રતા ધરાવતો ભૂકંપ 2.3 રિખ્ટર સ્કેલનો હતો, જે 8 જુલાઈના રોજ નોંધાયો હતો.

USGS: ચિંતા કરવાની જરૂર નથી, ચેતવણી સ્તર “સામાન્ય”
USGSના તાજેતરના નિવેદન મુજબ, હાલમાં માઉન્ટ રેઇનિયર માટે કોઈ ચિંતાજનક સ્થિતિ નથી. ચેતવણી સ્તર હજી પણ “લીલો/સામાન્ય” જ છે. વૈજ્ઞાનિકો જણાવે છે કે ભૂકંપોનું કારણ જ્વાળામુખી વિસ્ફોટ નહી પરંતુ મેગ્મા ચેમ્બરના ઉપરના ભાગમાં આવેલા પાણીના દબાણ અને હિલચાલ છે.

અસામાન્ય પણ હાનિકારક નહીં
મિશિગન ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અનુસાર, 2.5 કે તેથી ઓછી તીવ્રતાવાળા ભૂકંપ સામાન્ય રીતે અનુભવાતા નથી અને મોટાભાગે હાનિકારક પણ નથી. માઉન્ટ રેઇનિયરમાં દર વર્ષે 1-2 વખત ભૂકંપ આવવાનું સામાન્ય છે, પરંતુ આ વખતે તેની સંખ્યા અસામાન્ય રીતે વધુ નોંધાઈ છે.

માઉન્ટ રેઇનિયર : સૌથી ખતરનાક ગણાતો સક્રિય જ્વાળામુખી
માઉન્ટ રેઇનિયરને યૂએસનું સૌથી ખતરનાક જ્વાળામુખી માનવામાં આવે છે. તેમ છતાં, છેલ્લા 500 વર્ષમાં તેમાં કોઈ મોટો વિસ્ફોટ નોંધાયો નથી. તેની ઊંચાઈ, હિમનદીઓ અને હાઇડ્રોથર્મલ સિસ્ટમને કારણે તેમાં સાવચેત રહેવું જરૂરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
યુદ્ધ વચ્ચે US માં' No Kings Protest'
ટ્રમ્પની મોટી વ્યૂહરચના?
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર