Home International Irctc App And Website Down People Are Unable To Book Tickets

IRCTC ઠપ! : નહીં થાય ટ્રેનની ટિકિટ બુક, દેશભરના લાખો લોકો પરેશાન

IRCTC ઠપ!
Published by: OBS Bureau
Last Updated: Dec 26, 2024, 08:26 AM IST

IRCTC App Down : રેલવે મુસાફરોને ગુરુવારે સવારે ઓનલાઈન ટિકિટ બુક કરાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે કે IRCTCની એપ અને વેબસાઈટ ડાઉન ચાલી રહી છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી છે કે તેઓ ટિકિટ બુક કરાવી શકતા નથી. ઓનલાઈન આઉટેજને ડિટેક્ટ કરનાર પ્લેટફોર્મ DownDetector અનુસાર IRCTC કામ કરતું ન હોવાના ઘણા અહેવાલો છે. IRCTCએ હજુ સુધી આ મામલે કંઈ કહ્યું નથી. યુઝર્સ એપ્લિકેશન અથવા વેબસાઇટ ખોલતા સમયે 'unable to perform action due to maintainance activity' એરર જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર લોકો કરી રહ્યા છે ફરિયાદ
લોકો સોશિયલ મીડિયા પર IRCTC એપ અને વેબસાઇટ કામ ન કરવા અંગે ફરિયાદ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, તેણે 10 વાગ્યે તત્કાલ ટિકિટ બુક કરવાની હતી, પરંતુ એપ કામ કરી રહી નથી. એક યુઝરે કહ્યું કે, IRCTCએ તાત્કાલિક આની તપાસ કરવી જોઈએ, કારણ કે રેલવે એક મહત્વપૂર્ણ સર્વિસ છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, 'ભારત વિશ્વનું સૌથી મોટું IT હબ છે. આમ છતાં એક વેબસાઈટને સુધારવામાં આવી રહી નથી.

તત્કાલ ટિકિટ બુક કરી શકાતી નથી
આ મહિનામાં આ બીજી વખત છે જ્યારે IRCTC એપમાં સમસ્યા આવી છે. 9મી ડિસેમ્બરે પણ મેન્ટેનન્સના કારણે ઈ-ટિકિટિંગ સેવા 1 કલાક બંધ રહી હતી. આજે જ્યારે લોકો તત્કાલ ટિકિટ બુક કરાવે છે ત્યારે આ સેવા બંધ થઈ ગઈ છે. આવી તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે રાહ જોઈ રહેલા લોકો ખૂબ જ નારાજ છે. ટ્રેન તેના પ્રથમ સ્ટેશનથી ઉપડે તેના 1 દિવસ પહેલા તત્કાલ ટિકિટ બુક કરવામાં આવે છે. એસી ક્લાસની ટિકિટ માટે તત્કાલ ટિકિટ બુકિંગ સવારે 10 વાગ્યાથી શરૂ થાય છે અને નોન-એસી ક્લાસ માટે તત્કાલ ટિકિટ બુકિંગ સવારે 11 વાગ્યાથી શરૂ થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
શું વિશ્વભરમાં ઇન્ટરનેટ બંધ થઈ જશે?
Russian Military Plane Crash
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video