Home International Iran Supreme Leader Ayatollah Ali Khamenei Survival Israel Target Defence Minister

ઇઝરાયલ ઇરાનના સર્વોચ્ચ નેતાની હત્યા કરવા માંગે ? : ખામેનેઈ કેવી રીતે બચી ગયા, તેઓ છુપાઈ ગયા છે?

ઇઝરાયલ ઇરાનના સર્વોચ્ચ નેતાની હત્યા કરવા માંગે ?
Published by: OBS Bureau
Last Updated: Jun 27, 2025, 02:02 PM IST

ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના 12 દિવસના સંઘર્ષમાં બંને દેશોને ભારે નુકસાન થયું છે. ઇઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણે પર હુમલો કર્યો અને તેના વૈજ્ઞાનિકો અને અનેક લશ્કરી ઠેકાણોઓને નિશાને બનાવ્યા હતાં. જેનાથી ઈરાનના પરમાણુને મોટો ફટકો પડ્યો હતો. બીજી તરફ ઈરાને બદલો લીધો અને તેલ અવીવથી જેરુસલેમ સુધી મોટા પાયે વિનાશ વેર્યો છે
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભારે યુદ્ધ
જ્યારે ઇઝરાયલે ઓપરેશન રાઇઝિંગ લાયન હેઠળ હુમલા શરૂ કર્યા, ત્યારે તેની પાછળનું કારણ ઇરાન તરફથી પરમાણુ અને મિસાઇલ હુમલાનો ભય હતો. બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે, ''ઇઝરાયલનું અભિયાન ઇઝરાયલી નાગરિકોને ઉભા થયેલા જોખમોને જડમૂળથી નાબૂદ કરવાનો છે''. જોકે, આ દરમિયાન કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે નેતન્યાહૂ યુદ્ધ દરમિયાન ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીને નિશાન બનાવવાના પક્ષમાં હતા. પરંતુ તેમને આ યોજના સાથે આગળ વધવા માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી મંજૂરી મળી ન હતી. ત્યારે નેતન્યાહૂએ આ અહેવાલોની પુષ્ટિ કરી ન હતી. જોકે, હવે ઇઝરાયલના સંરક્ષણ પ્રધાનના નિવેદનથી ઇઝરાયલી સેનાના અભિયાનનો બીજો હેતુ ખુલ્યો છે.
ઈરાનમાં ઈઝરાયલના અભિયાનનો કયો નવો ઉદ્દેશ્ય?
ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝે તાજેતરમાં ખુલાસો કર્યો છે કે ઈઝરાયલ 12 દિવસના યુદ્ધ દરમિયાન ઈઝરાયલ ઈરાનના સર્વોચ્ચ નેતાને મારવાની તૈયારી કરી રહ્યું હતું. જોકે, તેને તક મળી ન હતી. કેટ્સે ગુરુવારે ઈઝરાયલી મીડિયા ચેનલ - ચેનલ 13ને આપેલા ઇન્ટરવ્યુમાં સમગ્ર યોજનાનો ખુલાસો કર્યો. તેમણે કહ્યું, "અમે ખામેનીને ખતમ કરવા માંગતા હતા, પરંતુ અમને ઓપરેશનલ તક મળી ન હતી."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિસાઇલ શક્તિમાં કોણ છે વિશ્વમાં નંબર 1?
ઈરાને અમેરિકાનું E-3 Sentry વિમાન તોડી પાડ્યું
Play Video
યુદ્ધ વચ્ચે US માં' No Kings Protest'
ટ્રમ્પની મોટી વ્યૂહરચના?
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?