Home Business Iran Rial Hits Record Low Against Dollar Indian Rupee Weakens

1 ડૉલરના 13 લાખ? : કયા દેશના ચલણમાં આવ્યો ઐતિહાસિક ઘટાડો?

1 ડૉલરના 13 લાખ?
Published by: OBS Bureau
Last Updated: Dec 15, 2025, 06:32 PM IST

વૈશ્વિક બજારમાં ઈરાનના ચલણ રિયાલની કિંમતમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે રિયાલ અમેરિકી ડોલરની સામે ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો હતો. હાલમાં એક અમેરિકી ડોલર ખરીદવા માટે 13 લાખ ઈરાની રિયાલ ચૂકવવા પડે છે. આ ઘટાડા પાછળ ઈરાન પર લાદવામાં આવેલી આંતરરાષ્ટ્રીય પાબંદીઓ અને ક્ષેત્રીય તણાવ મુખ્ય કારણ માનવામાં આવે છે. આર્થિક સંકટના કારણે ઈરાનમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે અને સામાન્ય જનતાનું જીવન મુશ્કેલ બની ગયું છે. તેલની નિકાસ પર પ્રતિબંધ હોવાથી દેશને વિદેશી હૂંડિયામણ મળતું નથી જેની સીધી અસર અર્થતંત્ર પર પડી રહી છે.

ભારતીય રૂપિયામાં પણ ઘટાડો

બીજી તરફ ભારતીય ચલણ રૂપિયામાં પણ ડોલરની સામે ઘટાડો નોંધાયો છે. સોમવારે રૂપિયો 25 પૈસા તૂટીને 90.74 ના રેકોર્ડ નીચલા સ્તરે બંધ રહ્યો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન એક સમયે રૂપિયો 90.80 સુધી પણ પહોંચી ગયો હતો. વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલી અને આયાતકારો તરફથી ડોલરની વધતી માંગને કારણે રૂપિયા પર દબાણ જોવા મળી રહ્યું છે. ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપાર કરારને લઈને અનિશ્ચિતતા પણ રૂપિયાના ઘટાડાનું એક કારણ છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં પણ રૂપિયા પર દબાણ યથાવત રહી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now