Iran US conflict news: ઈરાન સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવતા ‘હેન્ડાલા’ (Handala) નામના હેકર જૂથે અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના સર્વેલન્સ ડ્રોન સિસ્ટમમાં ઘૂસણખોરી કરી હોવાનો ગંભીર દાવો કર્યો છે. આ જૂથે એવો પણ દાવો કર્યો છે કે તેને મહિનાઓથી FBIના ડ્રોન દ્વારા એકત્રિત કરવામાં આવેલી તસવીરો અને અન્ય ડેટા સુધી પહોંચ મળી રહી હતી. આ સાથે જ જૂથે અમેરિકામાં ચાલી રહેલા FIFA વર્લ્ડ કપ દરમિયાન કેટલીક ટીમોની બસોને નિશાન બનાવવાની સંકેતરૂપ ધમકી પણ આપી હોવાનું આંતરરાષ્ટ્રીય સુરક્ષા મોનિટરિંગ સંસ્થાઓએ નોંધ્યું છે.
ઓમાન કિનારે વ્યાવસાયિક જહાજો પર હુમલાઓ મુદ્દે ભારતનો ફરી કડક વિરોધ : અમેરિકી રાજદૂતને બીજી વાર તલબ
એક મોનિટરિંગ ગ્રુપે શુક્રવારે જણાવ્યું હતું કે ઈરાન સાથે જોડાયેલા એક હેકર ગ્રુપે FBIના ડ્રોન હેક કર્યા હોવાનો દાવો કર્યો છે અને આ સપ્તાહે શરૂ થયેલા ફૂટબોલ વર્લ્ડ કપને નિશાન બનાવવાની ધમકી આપી છે. જિહાદી ગ્રુપો પર નજર રાખતી સંસ્થા 'SITE ઇન્ટેલિજન્સ ગ્રુપ' દ્વારા 'હંડાલા'નું એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ મહિનાઓથી FBI દ્વારા ઉપયોગમાં લેવાતા 'ફર્સ્ટ-પર્સન વ્યુ' (FPV) ડ્રોન દ્વારા લેવાયેલી દરેક તસવીર અને દરેક શંકાસ્પદ વ્યક્તિ સુધીની પહોંચ ધરાવતા હતા.
એએફપી (AFP) ના અહેવાલ મુજબ, હેકરોએ જણાવ્યું હતું કે આ ડ્રોન આતંકવાદ વિરોધી કાર્યવાહી માટે ફેશિયલ રેકગ્નિશન (ચહેરો ઓળખવાની ટેકનોલોજી) અને લાયસન્સ પ્લેટની તપાસ કરવાની સુવિધાથી સજ્જ હતા. SITE ના હવાલાથી હંડાલાએ નિવેદનમાં કહ્યું, "વર્લ્ડ કપની સુરક્ષા વધુ મજબૂત કરી લો, અમને તેમાંથી કેટલીક ટીમો બિલકુલ પસંદ નથી. ભૂલતા નહીં- FPV દરેક જગ્યાએ છે, તમે ક્યારેય જાણી શકશો નહીં કે ક્યારે કોઈ તમારી ટીમની બસની અંદર આવી જાય."
હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષામાં શું ભારત થશે સામેલ? : G7 સમિટમાં મોદી-મેક્રોન બેઠકમાં થશે મહત્વની ચર્ચા
સુરક્ષા માટે ડ્રોન તૈનાત
FBI અનાધિકૃત (બિનસત્તાવાર) વિમાનોથી સુરક્ષા મેળવવા માટે વર્લ્ડ કપ સ્ટેડિયમની આસપાસ ડ્રોન તૈનાત કરી રહી છે. મેચનું આયોજન કરનારા અમેરિકન સ્ટેડિયમો અને ગુરુવારથી શરૂ થયેલી ટૂર્નામેન્ટ સાથે જોડાયેલા ફેન ઇવેન્ટ્સની ઉપર ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ રહેશે. વિભાગે પહેલાથી જ ઈરાની લોકો દ્વારા સાયબર હુમલાની શક્યતા અંગે ચેતવણી આપી હતી. આ ચેતવણી ફેબ્રુઆરીમાં તેહરાન પર અમેરિકા-ઈઝરાયેલના હુમલા બાદ આપવામાં આવી હતી, જેના કારણે મધ્ય પૂર્વમાં યુદ્ધ ફાટી નીકળ્યું હતું. હંડાલાએ એવી તસવીરો અને ફૂટેજ જાહેર કર્યા હતા જેના વિશે તેમનો દાવો હતો કે તે હેક કરાયેલા ડ્રોનમાંથી લેવામાં આવ્યા છે, પરંતુ SITE એ આ દાવાને ખોટો ગણાવ્યો છે.
SITE એ દાવાને ખોટો ગણાવ્યો
SITE એ જણાવ્યું હતું કે કથિત હેકનો એક વીડિયો વાસ્તવમાં ડિસેમ્બર 2024 માં એક સોફ્ટવેર પ્લેટફોર્મ દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ વીડિયો અમેરિકન પોલીસ વિભાગ દ્વારા પોતાની ટેકનોલોજીનો ઉપયોગ કરીને વાવાઝોડાથી થયેલા નુકસાનનો સર્વે કરવાના પ્રચાર (પ્રમોશન) માટે બનાવવામાં આવ્યો હતો.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુદ્ધના વાદળો ઘેરાયા : 18 હજાર ભારતીય નાવિકોને હાઈ એલર્ટ પર રહેવા આદેશ
10 મિલિયન ડોલરનું ઈનામ
હંડાલાએ માર્ચ મહિનામાં FBI ડાયરેક્ટર કાશ પટેલનું ઈમેલ એકાઉન્ટ હેક કરવાનો અને તેમની અંગત તસવીરો તથા અન્ય સામગ્રી ઓનલાઈન જાહેર કરવાનો દાવો કર્યો હતો. અમેરિકન વિદેશ વિભાગે આ ગ્રુપના સભ્યોની ઓળખ કરવામાં મદદ કરનારી માહિતી આપનાર માટે 10 મિલિયન ડોલર સુધીના ઈનામની જાહેરાત કરી છે.





