વિદેશ મંત્રાલયે (MEA) આજે અમેરિકાના ચાર્જ ડી'અફેર્સ જેસન મીક્સને સમન્સ પાઠવ્યા હતા અને ઓમાનના અખાતમાં ભારતીય નાવિકોને લઈ જતા વાણિજ્યિક જહાજો પર અમેરિકાના નૌકાદળ દ્વારા સતત કરવામાં આવી રહેલા હુમલાઓ અંગે સખત વિરોધ નોંધાવ્યો હતો.
હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષામાં શું ભારત થશે સામેલ? : G7 સમિટમાં મોદી-મેક્રોન બેઠકમાં થશે મહત્વની ચર્ચા
આ હુમલાઓને કારણે અત્યાર સુધીમાં ત્રણ ભારતીયોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જે અત્યંત દુઃખદ અને નિવારી શકાય તેવી ઘટના હતી. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી (અમેરિકા) દ્વારા અમેરિકાના દૂતને બોલાવવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલય દ્વારા અમેરિકી દૂતને સમન્સ પાઠવવામાં આવ્યા હોય તેવી આ બીજી ઘટના છે.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકોના વ્યાપારી જહાજો પર ઘાતક અને જીવલેણ બળપ્રયોગ કરવા અંગે ભારત સરકારે ફરી એકવાર પોતાની ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયે ઉમેર્યું કે, આવા કૃત્યો અસ્વીકાર્ય છે અને આ મુશ્કેલ સમયમાં એક સંવેદનશીલ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારની સુરક્ષા, સલામતી અને સ્થિરતાને નુકસાન પહોંચાડે છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુદ્ધના વાદળો ઘેરાયા : 18 હજાર ભારતીય નાવિકોને હાઈ એલર્ટ પર રહેવા આદેશ
અમેરિકાના ચાર્જ ડી'અફેર્સને ભારતની આ ગંભીર ચિંતાઓ તેમના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવા અને આ ક્ષેત્રમાં કાર્યરત અમેરિકી દળો સામાન્ય નાગરિકોના જીવ બચાવવા માટે તમામ જરૂરી પગલાં લે તે સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી હતી.





