કેન્દ્ર સરકારે 1989 બેચના પંજાબ કેડરના IPS ઓફિસર પરાગ જૈનને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (R-AW)ના નવા ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. જેઓ રવિ સિંહાનું સ્થાન લેશે. રવિ સિંહાનો વર્તમાન કાર્યકાળ 30 જૂને સમાપ્ત થાય છે. અત્રે જણાવીએ કે, પરાગ જૈનનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. તેઓ 1 જુલાઈ 2025 સુધી નિશ્ચિત કાર્યકાળ માટે આ કાર્યભાર સંભાળશે.
પરાગ જૈનએ ઓપરેશન સિંદૂરમાં મહત્વની ભૂમિકા ભજવી હતી
પરાગ જૈન હાલમાં એવિએશન રિસર્ચ સેન્ટરનું નેતૃત્વ કરી રહ્યા છે, જેણે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પાકિસ્તાની સશસ્ત્ર દળોના ઠેકાણાઓ અને આતંકવાદી છાવણીઓ વિશે ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
'સુપર સ્પાય'ની છાપ
ગુપ્તચર વર્તુળોમાં 'સુપર સ્પાય' તરીકે જાણીતા, પરાગ જૈન માનવ ગુપ્ત માહિતી (HUMINT)ને તકનીકી ગુપ્ત માહિતી (TECHINT) સાથે અસરકારક રીતે જોડવા માટે જાણીતા છે. અધિકારીઓ કહે છે કે આ વિશેષતા ઘણા મહત્વપૂર્ણ ઓપરેશન્સમાં મહત્વપૂર્ણ રહી છે.

_a49c896a-25b5-41ee-96f9-67a7f12f40d0.jpg)




