Home Tech/Gadgets Iphones Usb C Cable Has Risk Of Hacking 9520bda7 8252 4363 846e 5979210fe80b

iPhone પણ નથી સલામત : iPhoneનો USB-C કેબલ છે હેકિંગનું કારણ? જાણો શું છે ચર્ચા..

iPhone પણ નથી સલામત
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2025, 05:30 AM IST

આઈફોન પર લોકો ખર્ચ કરે છે તેનું સૌથી મોટું કારણ તેની સેફ્ટી અને સિક્યોરિટી છે. આઈફોનમાં હવે USB-C ટાઈપ કેબલ આવી ગયા છે. જેના કારણે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આઈફોનના જે મોડેલમાં USB-C છે, તેને હેક કરવો સરળ છે. એટલે કે આવા આઈફોન પણ હેક થઈ શકે છે.હેકર્સ તેમના ચાર્જિંગ પોર્ટ દ્વારા સુરક્ષાનો ભંગ કરી શકે છે. Appleના માલિકીના ACE3 USB-C કંટ્રોલરમાં આ સુરક્ષા ખામીઓ જોવા મળી છે. તે ચાર્જિંગ અને ડેટા ટ્રાન્સફર માટે iPhoneમાં આવશ્યક ઘટક છે.

આ ખામીનો પહેલીવાર ખુલાસો આ વર્ષના અંતમાં થયો હતો. 2024ના અંતમાં કેઓસ કમ્યુનિકેશન કોંગ્રેસમાં તેને પહેલીવાર ખુલાસો થયો હતો. જેના મુજબ આ પોર્ટના માધ્યમથી ડિવાઈસને હેક કરવું સરળ બની શકે છે. થોમસ રોય નામના રિસર્ચરે આ ટેક્નિકલ ખામીઓ વિશે જણાવ્યું છે. તેણે આંતરિક ફર્મવેર અને કોમ્યુનિકેશન પ્રોટોકોલ વિશે જ્ઞાન મેળવ્યું. આ પછી, તેમાં રહેલી ખામીઓનો ફાયદો ઉઠાવીને, તેણે કંટ્રોલર સાથે ઘણી નવી વસ્તુઓ કરવાનો પ્રયાસ કર્યો, જેમાં તે સફળ રહ્યો. તે પછી તે પુષ્ટિ કરવામાં આવી છે કે આ ખામીઓનો ખરેખર ફાયદો ઉઠાવીને સુરક્ષાને નુકસાન પહોંચાડી શકાય છે.

આ ફર્મવેરની હાજરીથી સુરક્ષામાં ખામીઓના કારણે હેકર ડિવાઈસમાં હાજર સેન્સિટિવ જાણકારીને લઈ શકે છે. આ સાથે જ યૂઝરની પરમિશન વગર તેની ખાનગી જાણકારી લઈ શકે છે. સાથે જ ડિવાઈસમાં હેરફેર જેવા જોખમ થઈ શકે છે. હેકર્સ વ્યક્તિગત માહિતીની ચોરી કરવા અથવા ડેટા ટ્રાન્સફર દરમિયાન સુરક્ષા પ્રોટોકોલને બાયપાસ કરવા માટે ઉપકરણો પર મનસ્વી એપ્સ ઇન્સ્ટોલ કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now