Home Tech/Gadgets Iphone Users May Soon Get This Whatsapp Feature Can Use Multiple Accounts On One Device

હવે એક જ iPhone પર ઓપરેટ કરી શક્શો બે વોટ્સએપ અકાઉન્ટ : જલ્દી જ આવશે અપડેટ

હવે એક જ iPhone પર ઓપરેટ કરી શક્શો બે વોટ્સએપ અકાઉન્ટ
Published by: OBS Bureau
Last Updated: Jan 27, 2025, 05:49 AM IST

વોટ્સએપ એક નવું ફીચર લાવવા જઈ રહ્યું છે, જેની મદદથી iOS યુઝર્સ એક જ ડિવાઈસ પર એકથી વધારે એકાઉન્ટ મેનેજ કરી શકશે. WaBetaInfoના રિપોર્ટ અનુસાર, આ અપડેટ હાલમાં બીટા ટેસ્ટિંગમાં છે અને ટૂંક સમયમાં iPhone યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે. આ સુવિધા ટેસ્ટફ્લાઇટ પર નવીનતમ WhatsApp બીટા iOS 25.2.10.70 અપડેટમાં જોવા મળી હતી, જે યુઝર્સને એક જ ડિવાઈસ પર WhatsApp એકાઉન્ટ્સ વચ્ચે સ્વિચ કરવાની ફેસિલિટી આપે છે. એટલે કે, આ ફીચરની મદદથી તમે સીધા એક વોટ્સએપ એકાઉન્ટથી બીજા વોટ્સએપ એકાઉન્ટમાં જઈ શકશો.

નવી સુવિધા કેવી રીતે કામ કરશે?
યુઝર્સ પ્રાઈમરી અકાઉન્ટ બનાવી શક્શે. અથવા સહયોગી તરીકે નવું ખાતું એડ કરી શકે છે. આ માટે QR કોડ સ્કેન કરવાનો રહેશે. આપને જણાવી દઈએ કે આ ફીચર એન્ડ્રોઈડ યુઝર્સ માટે એક વર્ષથી ઉપલબ્ધ છે અને હવે તેના iOS વર્ઝનને રિલીઝ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એન્ડ્રોઇડ પર, એકસાથે બે એકાઉન્ટ ચલાવવા માટે ડ્યુઅલ સિમ સેટઅપની જરૂર છે, પરંતુ નવા iOS અપડેટ યુઝર માટે તેમની તમામ વાતચીતને એક એપ્લિકેશનમાં રાખીને પ્રક્રિયાને સરળ બનાવે છે.

આ ફીચર યુઝર્સને એકાઉન્ટને અલગ રાખીને એક જ એપમાં તેમની તમામ ચેટને મેનેજ કરવાની મંજૂરી આપશે. પરંતુ દરેક એકાઉન્ટ માટે સૂચનાઓ, ચેટ, બેકઅપ અને સેટિંગ્સ અલગ હશે. જેથી બંને અકાઉન્ટ સ્વતંત્ર રીતે કામ કરી શકે. જો તમે બે સિમનો ઉપયોગ કરો છો તો તે તમારા માટે વધુ સારું રહેશે, કારણ કે હવે તમારે એક સિમ વોટ્સએપ અને બીજું વોટ્સએપ બિઝનેસને સોંપવાની જરૂર નહીં પડે. તેના બદલે, પ્રાઈમરી એપ્લિકેશન બંને નંબરોને એકસાથે સરળતાથી મેનેજ કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now