Home Tech/Gadgets Iphone 17 Leaked Online There Will Be A Big Change In The Camera Layout Know Details

કેવો હશે iPhone 17 : ડિઝાઈનમાં કેટલા ફેરફાર?

કેવો હશે  iPhone 17
Published by: OBS Bureau
Last Updated: Feb 17, 2025, 06:59 AM IST

એપલ તેના iPhone 17 સિરીઝ પર કામ કરી રહી છે જોકે તેની ડિઝાઈન લીક થઈ ગઈ હોવાની વાતો સામે આવી છે. લીક રેન્ડર્સ મુજબ, iPhone 17 અને iPhone 17 પ્રોની ડિઝાઇનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ફોનના પાછળના કેમેરા લેઆઉટમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે જે iPhone 16 મોડેલોથી સંપૂર્ણ અલગ હશે.



iPhone 17 અને iPhone 17 પ્રો

એક્સના યુઝર @MajinBuOfficial દ્વારા શેર કરવામાં આવેલા રેન્ડર્સ અનુસાર, iPhone 17ની કેમેરા ડિઝાઇનમાં મોટો ફેરફાર થશે. જ્યારે iPhone 16 અને 16 પ્લસમાં વર્ટિકલ કેમેરા સેટઅપની જગ્યા પર iPhone 17માં હોરિઝોન્ટલ કેમેરા લેઆઉટની આશા છે. લીક થયેલ રેન્ડર્સની ઈમેજમાં ફોન વ્હાઈટ છે. જ્યારે કેમેરા બાર ડાર્ક કલરમાં છે.


ક્યારે થશે લોન્ચ?
લોન્ચની તારીખ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ કેટલાક અહેવાલો અનુસાર, એપલ iPhone 17 પ્લસની જગ્યાએ 'એર' મોડેલ લોન્ચ કરી શકે છે. કંપની સપ્ટેમ્બર 2025માં આ મોડેલોને બજારમાં લોન્ચ કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now