logo-img
Investigation Into The Case Of Cheating Foreigners By Running A Call Center In Idar Intensified

ઈડરમાં કોલસેન્ટર ચલાવી વિદેશીઓને છેતરવા મામલે તપાસ તેજ : 21 આરોપીઓ સામે ગુમો દાખલ, SIT રચના કરાઈ

ઈડરમાં કોલસેન્ટર ચલાવી વિદેશીઓને છેતરવા મામલે તપાસ તેજ
Published by: Offbeat Team
| Last Updated: Feb 25, 2026, 02:26 PM IST

સાબરકાંઠા જિલ્લામાં ઈડરના બરવાવ રોડ પર ચાલતા ઈન્ટરનેશનલ કોલ સેન્ટર પર વિજિલન્સ ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યા બાદ હવે સમગ્ર મામલે વિશેષ તપાસ ટીમ (SIT) રચવામાં આવી છે. આ કોલ સેન્ટર દ્વારા વિદેશી નાગરિકોને નિશાન બનાવી છેતરપિંડી કરવામાં આવતી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી.

DySP અતુલ પટેલની અધ્યક્ષતા થશે તપાસ!

આ કેસની તપાસ હવે હિંમતનગર DySP અતુલ પટેલની અધ્યક્ષતામાં થશે. SITમાં તેમના સાથે SOG પીઆઈ ડી.સી. પરમાર અને સાયબર પીઆઈ બી.પી. ડોડીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે SITમાં ઈડરના બદલે હિંમતનગર સ્થિત અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે.

ઈન્ટરનેશનલ કોલ સેન્ટર મામલે તપાસ

આ પહેલા SOG દ્વારા પણ ઈન્ટરનેશનલ કોલ સેન્ટર મામલે તીવ્ર તપાસ શરૂ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન અમદાવાદના 10 આરોપીઓને SMC દ્વારા સ્થળ પરથી જ ઝડપી લેવામાં આવ્યા હતા. ઉપરાંત, 21 આરોપીઓ સામે ઈડર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે ‘ફ્રી લોન’, ‘વેરિફિકેશન’ અને ‘એગ્રીમેન્ટ’ના નામે વિદેશી નાગરિકો પાસેથી ડોલર પડાવી છેતરપિંડી કરવામાં આવતી હતી. હવે SITની રચના બાદ વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે અને મોટા ખુલાસાઓ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે સમગ્ર નેટવર્કની કડીઓ શોધવા દિશામાં કામગીરી તેજ કરી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now