Home International International News Baba Bageshwar Dham Dhirendra Shastri London Visit Hanuman Chalisa British Parliament

'ચિઠ્ઠી' કાઢવાવાળા બાબાએ બ્રિટિશ સંસદમાં ગવડાવી હનુમાન ચાલીસા : બ્રિટિશ સાંસદો અને અધિકારીઓએ સંસદમાં પહેલીવાર કર્યું ચાલીસાનું પઠન

'ચિઠ્ઠી' કાઢવાવાળા બાબાએ બ્રિટિશ સંસદમાં ગવડાવી હનુમાન ચાલીસા
Published by: OBS Bureau
Last Updated: Jul 17, 2025, 12:23 PM IST

Baba Bageshwardham: લોકોના નામની ચિઠ્ઠીઓ કાઢીને તેમની તકલીફો અંગેની જાણકારી આપનારા બાબાએ હવે બ્રિટનમાં ઈતિહાસ રચી દીધો છે. અમે વાત કરી રહ્યાં છીએ બાબા બાગેશ્વર ધામના નામથી જાણીતા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજની. ધીરેન્દ્ર શાસ્ત્રીએ પહેલીવાર બ્રિટિશ સંસદમાં કરાવ્યું હનુમાન ચાલીસાનું પઠન. લંડન પ્રવાસ દરમિયાન પ્રથમવાર બ્રિટિશ સંસદ ભવનની અંદર શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો, જે અત્યંત ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ હતી.

ભક્તિભાવથી ઘેરાયું બ્રિટનનું સંસદ ભવનઃ

બાગેશ્વર ધામના સત્તાવાર X હેન્ડલ દ્વારા શેર કરાયેલા વીડિયો મુજબ, સંસદ ભવનના એક ખાસ કાર્યક્રમ દરમિયાન પંડિત ધીન્દ્રેન્દ્ર શાસ્ત્રીની ઉપસ્થિતિમાં અનેક સાંસદો, અધિકારીઓ અને હિન્દુ સમુદાયના સભ્યો ભક્તિભાવથી શ્રી હનુમાન ચાલીસાનું પઠન કરતા જોવા મળ્યા. આ પ્રસંગે લંડન સ્થિત ભારતીય ઈમિગ્રન્ટ્સ અને સંસદ સભ્યોમાં અત્યંત ઉત્સાહ અને ગર્વ જોવા મળ્યો.

આ પ્રસંગે પંડિત શાસ્ત્રીના હિન્દૂ ધર્મના મૌલિક મૂલ્યો અને સનાતન સંસ્કૃતિના જ્ઞાનનો પ્રચાર થયો. લોકોને લાગ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા હનુમાન ચાલીસાના પાઠથી સનાતન ધર્મનો અવાજ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો છે. સોશ્યલ મીડિયા પર પણ આ ઘટના ભારે પ્રમાણમાં વાયરલ થઈ રહી છે અને હજારો લોકોએ તેને “ઐતિહાસિક ક્ષણ” તરીકે ઓળખાવી છે. હાઉસ ઓફ કોમન્સ ખાતે આયોજિત આ કાર્યક્રમ દરમિયાન પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના વિવિધ સામાજિક સેવાકીય કાર્યોનું પણ વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો. અને બાબા બાગેશ્વર ધામના ભરપુર વખાણ કરવામાં આવ્યાં.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now