Home International Indonesia Bus Accident 16 People Died And Many Injured

ઈન્ડોનેશિયામાં ભયાનક માર્ગ અકસ્માત : એક બસ કોન્ક્રીટ વોલ સાથે અથડાઇ અને પલટી, 16 ના મોત અનેક ઘાયલ

ઈન્ડોનેશિયામાં ભયાનક માર્ગ અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Dec 22, 2025, 05:57 AM IST

Indonesia Bus Accident: ઈન્ડોનેશિયામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે, જેમાં 16 લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું છે. સ્થાનિક સમય અનુસાર સોમવારની રાત્રે જાવા બૂદીઓનો વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો. 34 મુસાફરોથી ભરેલી આ બસ કોન્ક્રીટની દીવાલ સાથે અથડાઇ અને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 16 લોકોના મોત થયા અને કેટલાક ઘયલ થયા હતા. દુર્ઘટનાગ્રસ્ત બસ રાજધાની જકાર્તાથી પ્રાચીન શાહી શહેર યોગ્યકાર્તા જઈ રહી હતી.

વટેમાર્ગુઓએ દુર્ઘટનાની પોલીસને જાણ કરી

સેમારાંગ સર્ચ એંડ રેસ્ક્યુ ઑફીસના હેડ બુડીયોનો અનુસાર, લોકોએ પોલીસને ઈન્ડોનેશિયાના સેન્ટ્રલ જવા સ્ટેટ સાથે સેમારંગ શહેરના ક્રાપ્યાક ટોલ એક્ઝિટ પાસે ચોક પર બસ અકસ્માતની જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે આવીને મૃતદેહોને કબજે કર્યા અને 18 ઇજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા. લોકોએ જણાવ્યું કે બસ ખૂબ જ ઝડપી આવી રહી હતી, અચાનક ડગમગવા લાગી અને દિવસ સાથે અથડાયા બાદ પલટી ગઈ, કાચ તૂટી ગયા અને દરવાજા લોક થઈ ગયા હતા.

બસ કાપીને લોકોનું કરાયું રેકસ્યું

હેડ બુડિયોનોએ જણાવ્યું કે ઘાયલ મુસાફરો બસની અંદર ફસાયા હતા અને તેમના શરીર પર તૂટેલા કાચના ટુકડા લાગ્યા હતા. બચાવ દળોએ બસને કાપીને અંદર જવાનો રસ્તો બનાવ્યો અને લોકોને બહાર કાઢ્યા હતા. સરકારે દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને રિપોર્ટની પણ માંગણી કરી છે. પોલીસે કેસ નોંધીને પોસ્ટમાર્ટમ કરાવીને મૃતદેહોને તેમના પરિજનો સુધી પહોંચાડ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now