Home International Indias Largest Freight Corridor Freight Trains Will Run At 150 Km Hr 82000 Crore Mega Project

ભારતનો સૌથી મોટો ફ્રેટ કોરિડોર : માલગાડીઓ 150 કિમી/કલાકે દોડશે, રૂ. 82,000 કરોડનો મેગા પ્રોજેક્ટ 2026ના અંત સુધી થશેપૂર્ણ

ભારતનો સૌથી મોટો ફ્રેટ કોરિડોર
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 09, 2026, 05:02 AM IST

ભારતીય અર્થતંત્રની ધમની કહેવાતી રેલવે વ્યવસ્થામાં માલવાહતૂકનું મહત્વ અનેરું છે, પરંતુ વર્ષોથી મુસાફર ગાડીઓ અને માલગાડીઓ એક જ ટ્રેક પર દોડવાથી બંનેની ઝડપ અને કાર્યક્ષમતા પર અસર પડતી હતી. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કેન્દ્ર સરકારે વેસ્ટર્ન અને ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (DFC) પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે દેશનો સૌથી મોટો માલવાહક ગલિયારો છે.

મળતી માહિતી અનુસાર, આ પ્રોજેક્ટ 9 રાજ્યોમાંથી પસાર થતા અલગ ટ્રેક દ્વારા માલગાડીઓને મુસાફર ટ્રેકથી અલગ કરે છે, જેથી માલવાહતૂક ઝડપી, સસ્તી અને વધુ કાર્યક્ષમ બને. રૂ. 82,000 કરોડના બજેટવાળા આ મેગા પ્રોજેક્ટથી માલગાડીઓ 150 કિમી/કલાકની ઝડપે દોડશે અને 70% માલગાડીઓ પેસેન્જર ટ્રેક પરથી શિફ્ટ થશે. આનાથી મુસાફર ગાડીઓને રાહ ન જોવી પડે, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટે, પ્રદૂષણ ઓછું થાય અને અર્થતંત્રને નવો બૂસ્ટ મળે. ઈસ્ટર્ન કોરિડોર પહેલેથી ચાલુ છે, જ્યારે વેસ્ટર્ન કોરિડોર માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થશે. આ પ્રોજેક્ટ ભારતને વૈશ્વિક લોજિસ્ટિક્સ હબ બનાવવાની દિશામાં મહત્વનું પગલું છે અને ભવિષ્યમાં ત્રણ નવા કોરિડોર પણ બનશે.

કોરિડોરની લંબાઈ અને રૂટ

  • ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર: પંજાબના લુધિયાણાથી પશ્ચિમ બંગાળના દનકુની સુધી, કુલ 1337 કિમી લાંબો.

  • વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર: ઉત્તર પ્રદેશના દાદરીથી મહારાષ્ટ્રના જવાહરલાલ નહેરુ પોર્ટ (JNPT) સુધી, કુલ 1506 કિમી લાંબો. આ બંને કોરિડોર 9 રાજ્યોમાંથી પસાર થાય છે અને માલવાહતૂકને અલગ ટ્રેક પર લઈ જાય છે.

ખાસિયતો

  • માલગાડીઓ 150 કિમી/કલાકની ઝડપે દોડશે (હાલની 40 કિમી/કલાકની સરખામણીએ).

  • 70% માલગાડીઓ પેસેન્જર ટ્રેક પરથી શિફ્ટ થશે, જેથી મુસાફર ગાડીઓને રાહ ન જોવી પડે. આ પ્રોજેક્ટ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL) અને રેલવે મંત્રાલયની જવાબદારી હેઠળ ચાલે છે. ઈસ્ટર્ન કોરિડોર પહેલેથી ચાલુ છે, જ્યારે વેસ્ટર્ન માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થશે.

આપણને શું ફાયદો થશે?

  • મુસાફર અને માલવાહતૂકમાં ઝડપ: મુસાફર ગાડીઓને રાહ ન જોવી પડે, માલનો ભાડું અને સમય ઘટશે.

  • પર્યાવરણ અને ટ્રાફિકમાં રાહત: દર કિમીએ 72 ટ્રક ઘટશે, હાઈવે પર ટ્રાફિક ઓછો થશે, પ્રદૂષણ ઘટશે અને 17 હજાર કરોડનો નફો થશે.

  • અર્થતંત્રને બૂસ્ટ: વાર્ષિક 24 કરોડ રૂપિયાનો લોજિસ્ટિક્સ ખર્ચ બચશે, માલ સસ્તો થશે અને વેપાર વધશે.

ભવિષ્યના ત્રણ નવા કોરિડોર

મહત્વનું છે કે, ભારતીય રેલવે હવે ત્રણ નવા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનાવવાની યોજના ધરાવે છે: ઈસ્ટ કોસ્ટ, ઈસ્ટ-વેસ્ટ અને નોર્થ-સાઉથ. આ પ્રોજેક્ટનું કુલ બજેટ 1.5 લાખ કરોડ રૂપિયા છે, જે દેશની માલવાહતૂકને વધુ મજબૂત બનાવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now