Home Business Indias Crude Oil Trade Declines Amid Tariff Dispute

ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો ક્રૂડ ઓઈલનો વેપાર ઘટ્યો : જુલાઈમાં આયાત 8.7 ટકા ઘટી, 6 મહિનાના સૌથી નીચા સ્તરે

ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો ક્રૂડ ઓઈલનો વેપાર ઘટ્યો
Published by: OBS Bureau
Last Updated: Aug 25, 2025, 04:39 PM IST

અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદની વચ્ચે હવે ક્રૂડ ઓઈલ વેપાર સંબંધિત ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા તાજા ડેટા મુજબ, ફેબ્રુઆરી બાદ ભારતની ક્રૂડ ઓઈલ આયાત અને નિકાસ બંનેમાં ઘટાડો નોંધાયો છે.

ક્રૂડ ઓઈલ આયાતમાં ઘટાડો

જુલાઈ-2025માં ભારતની ક્રૂડ ઓઈલ આયાત 18.56 મિલિયન મેટ્રિક ટન રહી, જે જુલાઈ-2024ના 19.40 મિલિયન મેટ્રિક ટનની સરખામણીમાં 4.3 ટકા ઓછું છે. આ સાથે જ માસિક આધારે 8.7 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ આંકડો ફેબ્રુઆરી-2024 બાદનો સૌથી નીચા સ્તરે

ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઈલ આયાતકાર અને વપરાશકાર છે, જે દર્શાવે છે કે આ ઘટાડાનો વૈશ્વિક અર્થતંત્ર પર પણ પ્રભાવ પડી શકે છે.

નિકાસમાં પણ ઘટાડો

માત્ર આયાત જ નહીં, પરંતુ નિકાસમાં પણ ઘટાડો નોંધાયો છે. જુલાઈ-2025માં ભારતની પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ 2.1 ટકા ઘટીને 5.02 મિલિયન ટન પર પહોંચી છે. આ સાથે જ ક્રૂડ ઓઈલ પ્રોડક્ટ્સની આયાતમાં 12.8%નો ઘટાડો થયો છે.

ઇંધણ વપરાશ ઘટ્યું

ઓઈલ મંત્રાલયના આંકડા અનુસાર, જુલાઈમાં ભારતનો કુલ ઇંધણ વપરાશ પણ ઘટ્યો છે. માસિક આધારે 4.3 ટકા ઘટાડો નોંધાઈ ઇંધણ વપરાશ 19.43 મિલિયન ટન રહ્યો છે.

અમેરિકા-ભારત ટેરિફ વિવાદ

ઉલ્લેખનીય છે કે અમેરિકા પહેલેથી જ ભારતમાંથી આયાત થતા માલ પર 25 ટકા ડ્યુટી લાદી ચૂક્યું છે અને હવે 27 ઓગસ્ટથી 50 ટકા સુધીની વધારાની ડ્યુટી લાદી શકે છે. આ દબાણ ખાસ કરીને ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઈલની ખરીદી પર લાદવામાં આવી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now