Home Automobile Indias 79th Independence Day Special Offers On Skoda Tata Cars

India 79th independence day ને લઈ Skoda, Tata ની કારમાં ખાસ ઓફર : જાણો કઈ કારમાં કેટલીની બચત?

India 79th independence day ને લઈ Skoda, Tata ની કારમાં ખાસ ઓફર
Published by: OBS Bureau
Last Updated: Aug 14, 2025, 05:17 PM IST

તહેવારોની સીઝન પહેલા, લગભગ બધી મોટી કાર કંપનીઓ તેમના કાર મોડલો પર સારું ડિસ્કાઉન્ટ આપતી હોય છે. જો તમે ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ઓગસ્ટ મહિનો તમારા માટે એક શ્રેષ્ઠ તક બની શકે છે.

Jeep Compass

Jeep Compass ના 2024 મોડલ પર 2.95 લાખ રૂપિયા સુધીના લાભ મળી રહ્યો છે, જેમાં 1.77 લાખ રૂપિયાની ગ્રાહક ઓફર અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે. Jeep Meridian ના 2024 મોડલ પર 2.3 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જ્યારે 2025 યુનિટ પર 80,000 રૂપિયા સુધીની ઓફર આપવામાં આવી રહી છે.

Nissan Magnite

Onam ના ખાસ પ્રસંગે, Nissan Magnite Turbo Edition પર કુલ રૂ. 1.03 લાખની ઓફર્સ ઉપલબ્ધ છે. આમાં રૂ. 15,000 ની ગ્રાહક ઑફર, રૂ. 55,000ની એક્સચેન્જ બોનસ, રૂ. 5,000 ની ખાસ ઓફર અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે. જો કે, આ ઓફર્સ ફક્ત પસંદગીના વેરિયન્ટ્સ પર જ લાગુ પડે છે, તેથી ડીલર સાથે પુષ્ટિ કરવી મહત્વપૂર્ણ છે.

Skoda Kushaq અને Slavia

Skoda Kushaq અને Slavia પર રૂ. 2.3 લાખ સુધીના પેકેજ્ડ લાભો ઉપલબ્ધ છે. આમાં રૂ. 1 લાખનું લોયલ્ટી બોનસ, રૂ. 40,000 ની કિંમતની એક્સેસરીઝ અને રૂ. 90,000 નું રોકડ ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે.

Volkswagen Taigun અને Virtus

Volkswagen વાહનો પર પણ ઓફર્સ ઉપલબ્ધ છે. એક્સચેન્જ બોનસ, સ્ક્રેપેજ સ્કીમ અને લોયલ્ટી ઑફર્સ હેઠળ Taigun અને Virtus પર 80,000 સુધીની બચત કરી શકાય છે.

Tata Motors – SUV અને EV

Tata Motors તેના SUV અને EV વાહનો પર પણ ખુબ ડિસ્કાઉન્ટ આપી રહી છે. Tata Harrier Adventure+ અને Safari Adventure+ પર 1 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. Altroz Racer Edition (2024 મોડેલ) પર 85,000 રૂપિયાની ગ્રાહક ઓફર અને એક્સચેન્જ બોનસ છે, જે ડીલર સાથે યોગ્ય વાતચીત પર 1.75 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. Tata Curvv EV અને Nexon EV પર 1 લાખ રૂપિયા સુધીની ઓફર આપવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now