સિરિયામાં છેલ્લા અનેક વર્ષોથી ચાલી રહેલું ગૃહયુદ્ધ નિર્ણાયક અને ખુબ જ ઘાતક તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. તેવામાં ભારતીના વિદેશ મંત્રાલયે ભારતીયોને જેટલી જલ્દી બની શકે તેટલી જલ્દી સિરિયા છોડવા એડવાઇઝરી જાહેર કરી છે. ભારતના વિદેશ મંત્રાલયે સૂચના અને એલર્ટ જાહેર કરીને નાગરિકોને કહ્યું કે, ‘‘સિરિયામાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે ભારતીય નાગરિકોને સિરિયાની મુસાફરી ન કરવાની સલાહ આપીએ છીએ. જે નાગરિકો સિરિયામાં છે તેેમને તાત્કાલિક દેશ છોડી દેવાની સલાહ અપાય છે. ઉત્તરી સિરિયામાં ભીષણ બની રહેલી સ્થિતિ પર અમારી નજર છે. અને ભારતના તમામ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમે સતત પ્રયાસ કરી રહ્યા છીએ’’
Exodus from Homs, once the heart of the revolution, as Assad’s supporters leave the city in droves to Damascus and Tartous, fleeing the expected take-over by the opposition forces. This is monumental and a sign of things to come. pic.twitter.com/Po73uRfCOX
— Dr. Zaher Sahloul @zsahloul.bsky.social (@sahloul) December 5, 2024
સિરિયામાંથી મોટાપાયે પલાયન:
સિરિયામાં 15 માર્ચ 2011થી ચાલી રહેલા વિદ્રોહીઓ અને સિરિયાની સરકાર વચ્ચેના યુદ્ધને કારણે સમગ્ર દેશમાં ભારે ખાનાખરાબી થઇ છે. સિરિયાના પ્રમુખ બસર અલ અસદને ગાદી છોડવાની માગ સાથે વિદ્રોહીઓએ હથિયાર ઉપાડી લેતાં સિરિયામાં 13 વર્ષથી ગૃહયુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. તેવામાં સિરિયાના સૌથી મોટા શહેર એલેપ્પોનો ભોટાભાગનો વિસ્તાર વિદ્રોહીઓના કબજામાં આવી જતાં સિરિયા દેશના નાગરિકો મોટી સંખ્યામાં પલાયન કરી રહ્યા છે. સિરિયાની સેના અને વિદ્રોહીઓ વચ્ચેની ભીષણ લડાઇમાં સેન્ડવીચ બનવા ન માગતા લાખો લોકો ઘરબાર મુકીને પરિવાર સાથે રાતોરાત શહેર છોડી રહ્યા છે. એલેપ્પો અને આજુબાજુના શહેરના લોકોની સામૂહિક હિજરતની ભયાનક સ્થિતિના દ્રશ્યો વિશ્વભરમાં વાયરલ થઇ રહ્યા છે.






