Home Sports Indian Womens Team Announced For Series Against Australia Know Team And Schedule

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય મહિલા ટીમ જાહેર! : આ સ્ટાર ખેલાડીનું ટીમમાં કમબેક, જાણો સંપૂર્ણ ટીમ અને શેડ્યૂલ

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય મહિલા ટીમ જાહેર!
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2026, 12:14 PM IST

Indian team announced for series against Australia : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આગામી ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહી છે. આ મહત્વપૂર્ણ પ્રવાસ માટે ભારતીય સિલેક્ટર્સે 15 ખેલાડીઓની મજબૂત ટીમની જાહેરાત કરી દીધી છે. પ્રવાસના અંતિમ ચરણમાં પર્થના ઐતિહાસિક WACA ગ્રાઉન્ડ પર 6 થી 9 માર્ચ દરમિયાન એકમાત્ર ચાર દિવસીય ટેસ્ટ મેચ રમાશે. ભારતીય ટીમ આ વખતે પર્થની ફાસ્ટ પિચ પર ઓસ્ટ્રેલિયાને હરાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

નેતૃત્વ અને સ્ટાર ખેલાડીનું કમબેક

આ પ્રવાસમાં ટીમની કેપ્ટનસી એક્સપિરિયન્સ હરમનપ્રીત કૌર સંભાળશે, જ્યારે વિસ્ફોટક ઓપનર સ્મૃતિ મંધાનાને વાઇસ-કેપ્ટન બનાવવામાં આવી છે. ટીમ માટે સૌથી મોટા સમાચાર પ્રતિકા રાવલનું કમબેક છે. પ્રતિકા રાવલ ICC મહિલા વર્લ્ડ કપ 2025 દરમિયાન ઈજાગ્રસ્ત થઈ હતી, પરંતુ હવે તે સંપૂર્ણ ફિટ થઈને ટીમમાં પરત ફરી છે.

નવા ખેલાડીઓને તક

સિલેક્ટર્સે આ વખતે યુવા પ્રતિભાઓ પર પણ ભરોસો મૂક્યો છે. વૈષ્ણવી શર્મા અને ક્રાંતિ ગૌડને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બીજી તરફ, વિકેટકીપર જી. કમલિની ઈજાના કારણે આખા પ્રવાસમાંથી બહાર થઈ ગઈ છે, જે ભારત માટે મોટો ઝટકો છે. તેના સ્થાને ઉમા છેત્રીને ત્રણેય ફોર્મેટમાં તક આપવામાં આવી છે.

ભારતનું શાનદાર પર્ફોમન્સ

ભારતીય ટીમનો હાલનો ટેસ્ટ રેકોર્ડ ઘણો ઉત્સાહજનક છે. જૂન 2024 માં ભારતે સાઉથ આફ્રિકાને 10 વિકેટથી હરાવ્યું હતું. તે પહેલા, ડિસેમ્બર 2023 માં મુંબઈમાં રમાયેલી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પણ 8 વિકેટથી હરાવ્યું હતું. હવે વિદેશી ધરતી પર આ ફોર્મ જાળવી રાખવું ટીમ માટે મોટો પડકાર રહેશે.

ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ

તારીખ

મેચ

વેન્યુ

15 ફેબ્રુઆરી

પ્રથમ T20I

સિડની

19 ફેબ્રુઆરી

બીજી T20I

કેનબેરા

21 ફેબ્રુઆરી

ત્રીજી T20I

એડિલેડ

24 ફેબ્રુઆરી

પહેલી વનડે

બ્રિસ્બેન

27 ફેબ્રુઆરી

બીજી વનડે

હોબાર્ટ

1 માર્ચ

ત્રીજી વનડે

હોબાર્ટ

6 - 9 માર્ચ

એકમાત્ર ટેસ્ટ મેચ

પર્થ (WACA)

ટીમ સ્ક્વોડ (બધા ફોર્મેટ)

ટેસ્ટ ટીમ: હરમનપ્રીત કૌર (C), સ્મૃતિ મંધાના (VC), શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, અમનજોત કૌર, રિચા ઘોષ (WK), ઉમા છેત્રી (WK), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, રેણુકા ઠાકુર, સ્નેહ રાણા, ક્રાંતિ ગૌડ, વૈષ્ણવી શર્મા અને સયાલી સતઘરે.

ODI ટીમ: હરમનપ્રીત કૌર (C), સ્મૃતિ મંધાના (VC), શેફાલી વર્મા, વૈષ્ણવી શર્મા, ક્રાંતિ ગૌડ, સ્નેહ રાણા, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (WK), ઉમા છેત્રી (WK), કાશવી ગૌતમ, અમનજોત કૌર, રેણુકા સિંહ ઠાકુર, શ્રી ચરાણી, જેમિમાહ રોડ્રિગ્સ અને હરલીન દેઓલ.

T20 ટીમ: હરમનપ્રીત કૌર (C), સ્મૃતિ મંધાના (VC), શેફાલી વર્મા, રેણુકા સિંહ ઠાકુર, શ્રી ચરાણી, વૈષ્ણવી શર્મા, ક્રાંતિ ગૌડ, સ્નેહ રાણા, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (WK), ઉમા છેત્રી (WK), જેમિમાહ રોડ્રિગ્સ, અરુંધતી રેડ્ડી, અમનજોત કૌર, ભારતી ફુલમાલી અને શ્રેયંકા પાટિલ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now