Home Sports Indian Team To Be Announced Today For Odi Series Against New Zealand

IND vs NZ; ODI સિરીઝ માટે આ દિવસે થશે ટીમની જાહેરાત! : Shubman Gill અને Shreyas Iyer ની ફિટનેસ પર સસ્પેન્સ, આ તારીખે થશે બેઠક

IND vs NZ; ODI સિરીઝ માટે આ દિવસે થશે ટીમની જાહેરાત!
Published by: OBS Bureau
Last Updated: Dec 27, 2025, 10:47 AM IST

The team for the ODI series against New Zealand will be announced on this day: વર્ષ 2026 ની શરૂઆત ભારતીય ક્રિકેટ અને તેના કરોડો ફેન્સ લોકો માટે ખૂબ જ રોમાંચક રહેવાની છે. ભારતીય ટીમ નવા વર્ષની શરૂઆત ન્યૂઝીલેન્ડ સામેની મહત્વની ODI સીરિઝથી કરવા જઈ રહી છે. આ સીરિઝની પ્રથમ મેચ 11 જાન્યુઆરીથી રમાશે, જેની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. નવા વર્ષની આ પહેલી ટીમમાં કેવા ફેરફારો થશે અને ક્યાં નવા ખેલાડીઓને તક મળશે, તે જાણવા માટે ક્રિકેટ જગતના એક્સપર્ટ્સ અને ફેન્સમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

ટીમ પસંદગીની તારીખ અને પસંદગી સમિતિની બેઠક

રિપોર્ટ્સ અનુસાર, ન્યુઝીલેન્ડ સામેની ODI ટીમની જાહેરાત 3 જાન્યુઆરી 2026 ના રોજ BCCI કરી શકે છે. ચીફ સિલેક્ટર અજીત અગરકરની સિલેક્શન કમિટી, જેમાં શિવ સુંદર દાસ, અજય રત્રા, આરપી સિંહ અને પ્રજ્ઞાન ઓઝા સામેલ છે, તેઓ ઓનલાઈન માધ્યમથી બેઠક યોજશે. નોંધનીય છે કે, આ સમિતિએ હાલમાં જ 20 ડિસેમ્બરના રોજ T20 વર્લ્ડ કપ 2026 માટેની ટીમની જાહેરાત કરી હતી, અને હવે તેમનું સંપૂર્ણ ધ્યાન ODI ફોર્મેટ પર છે.

શુભમન ગિલનું કેપ્ટન તરીકે કમબેક

આ સિરીઝમાં સૌથી વધુ ચર્ચા જે નામની થઈ રહી છે તે છે શુભમન ગિલ. શુભમન ગિલ ઈજાના કારણે સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં રમી શક્યો ન હતો, પરંતુ હવે તે સંપૂર્ણપણે ફિટ થઈ ગયો છે. હાલમાં જ તે મોહાલીના PCA સ્ટેડિયમમાં વિજય હજારે ટ્રોફી માટે જોરદાર પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. રિપોર્ટ અનુસાર, ન્યૂઝીલેન્ડ સામેની આ ODI સિરીઝમાં શુભમન ગિલ ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરશે. જોકે, T20 વર્લ્ડ કપની ટીમમાંથી તેને બહાર રાખવામાં આવ્યો હોવાથી, ODI માં તેનું પર્ફોમન્સ કેવું રહે છે તેના પર સૌની નજર રહેશે.

શ્રેયસ ઐયરની ફિટનેસ પર સસ્પેન્સ

ટીમના મિડલઓર્ડરનો મહત્વનો સ્તંભ ગણાતા શ્રેયસ ઐયરની ફિટનેસ અત્યારે સિલેક્ટર્સ માટે ચિંતાનો વિષય છે. ઐયર પણ ઈજાના કારણે છેલ્લી સિરીઝમાંથી બહાર હતો. હાલમાં તે બેંગલુરુ સ્થિત 'BCCI સેન્ટર ઓફ એક્સિલેન્સ' (NCA) માં નેટ્સ પર પ્રેક્ટિસ કરી રહ્યો છે. જોકે તે 11 જાન્યુઆરી પહેલા મેચ રમવા માટે 100% ફિટ થશે કે કેમ, તે અંગે હજુ સુધી મેડિકલ ટીમ તરફથી લીલી ઝંડી મળી નથી. જો તે ફિટ જાહેર થશે, તો વાઇસ-કેપ્ટન તરીકે ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત માનવામાં આવે છે.

યુવા ખેલાડીઓ માટે સુવર્ણ તક

આ સીરિઝ માત્ર એક સામાન્ય દ્વીપક્ષીય સીરિઝ નથી, પરંતુ આગામી મોટી ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ્સ માટે ટીમનું કોમ્બિનેશન તૈયાર કરવાની પ્રોસેસ છે. ખાસ કરીને એવા ખેલાડીઓ જેઓ લાંબા સમયથી ટીમમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે અથવા જે પોતાની ઈજામાંથી બહાર આવ્યા છે, તેમના માટે આ શ્રેષ્ઠ તક છે. નવા કોમ્બિનેશન અને નવા દાવેદારો સાથે ટીમ ઇન્ડિયા 2026 ના વર્ષની શાનદાર શરૂઆત કરવા માટે તૈયાર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now