Home Sports Indian Team Announced For T20 World Cup 2026 Know Who Got A Place

T20 World Cup 2026 માટે ઇન્ડિયન ટીમનું એનાઉન્સમેન્ટ! : "Men in Blue" ટીમમાંથી Shubman Gill અને Jitesh Sharma બહાર!

T20 World Cup 2026 માટે ઇન્ડિયન ટીમનું એનાઉન્સમેન્ટ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 20, 2025, 11:19 AM IST

T20 World Cup 2026 World Cup squad announced: અજીત અગરકર, સુર્યકુમાર યાદવ અને દેવજીત સૈકિયાએ મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરીને 2026 ના T20 વર્લ્ડ કપ અને ન્યુઝીલેન્ડ માટે ટીમની જાહેરાત કરી. જેમા શુભમન ગિલ અને જીતેશ શર્મા થયા ટીમમાંથી બહાર. અને તેમની જગ્યાએ રિંકુ સિંહ અને ઇશાન કિશનને ટીમમાં સ્થાન મળ્યું. શુભમન ગિલ બહાર થતાં અક્ષર પટેલ વાઇસ-કેપ્ટનના સ્થાને પાછો ફર્યો છે. 15 સભ્યોની ટીમમાં ઇશાન કિશન અને રિંકુ સિંહનો પણ સમાવેશ થાય છે. ઇશાન બે વર્ષ પછી ભારતીય ટીમમાં પાછો ફર્યો છે. ઇશાન કિશનને ડોમેસ્ટિકમાં તેના પર્ફોર્મન્સ માટે તેને 2026 ના T20 વર્લ્ડ કપ અને ન્યુઝીલેન્ડ સીરિઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મુંબઈમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના મુખ્યાલયમાં પસંદગીકારોની એક બેઠક યોજાઈ હતી. ત્યારપછી દેવજીત સૈકિયાએ ટીમની જાહેરાત કરી.

T20 World Cup 2026 માટે ભારતની ટીમઃ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), જસપ્રિત બુમરાહ, રિંકુ સિંહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ઇશાન કિશન (વિકેટકીપર).

ન્યુઝીલેન્ડ સીરીઝ માટે 15 સભ્યોની ભારતીય ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), જસપ્રિત બુમરાહ, રિંકુ સિંહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ઇશાન કિશન (વિકેટકીપર).

ન્યુઝીલેન્ડ સીરિઝનું શેડ્યૂલ

તારીખ

ફોર્મેટ

શહેર

11 જાન્યુઆરી

ODI

વડોદરા

14 જાન્યુઆરી

ODI

રાજકોટ

18 જાન્યુઆરી

ODI

ઈન્દોર

21 જાન્યુઆરી

T20I

નાગપુર

23 જાન્યુઆરી

T20I

રાયપુર

25 જાન્યુઆરી

T20I

ગુવાહાટી

28 જાન્યુઆરી

T20I

વિશાખાપટ્ટનમ

31 જાન્યુઆરી

T20I

તિરુવનંતપુરમ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now