Home Business Indian Stock Market Sensex Nifty Opens In Green On First Day Of Budget Session

બજેટ પહેલાં શેરબજારમાં તેજી : આ સેક્ટર હાલ ઉપર

બજેટ પહેલાં શેરબજારમાં તેજી
Published by: OBS Bureau
Last Updated: Jan 31, 2025, 06:29 AM IST

બજેટ સત્ર પહેલા ભારતીય શેરબજાર ટ્રેડિંગ સત્રમાં જોરદાર વૃદ્ધિ સાથે ખુલ્યું. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઉછાળા સાથે ખુલ્યા છે. પરંતુ બજારમાં સૌથી વધુ ઉછાળો મિડકેપ શેર અને સ્મોલ કેપ શેરોમાં છે. BSE સેન્સેક્સ 180 પોઈન્ટના ઉછાળા સાથે 76,940 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 75 પોઈન્ટના ઉછાળા સાથે 23,324 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.

લાર્સનના શેરમાં જોરદાર ઉછાળો
સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે 10 ઘટાડા સાથે છે. તેજીવાળા શેરોમાં L&T 4.23 ટકા, ટાઈટન 2.67 ટકા, મારુતિ 2.01 ટકા, પાવર ગ્રીડ 1.51 ટકા, ઈન્ફોસિસ 1.35 ટકા, અદાણી પોર્ટ્સ 1.01 ટકા, ટાટા મોટર્સ 1 ટકા, નેસ્લે 0.98 ટકાના વધારા સાથે ટ્રેડ છે. જ્યારે ઘટાજા સાથે ભારતી એરટેલ 2.51 ટકા, બજાજ ફિનસર્વ 2.34 ટકા, બજાજ ફાઇનાન્સ 1.04 ટકા, NTPC 0.90 ટકા, ICICI બેન્ક 0.68 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.

સેક્ટરોલ અપડેટ
આજે માર્કેટમાં સૌથી વધુ ઉછાળો IT શેરોમાં જોવા મળ્યો છે. આ સિવાય FMCG,ઓટો, ફાર્મા, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ઘટી રહેલા સેક્ટર્સમાં બેન્કિંગ અને મેટલ્સ સેક્ટરના શેર છે. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 410 પોઈન્ટના વધારા સાથે ચાલી રહ્યો છે. અને સ્મોલ કેપ ઈન્ડેક્સ 125 પોઈન્ટના વધારા સાથે છે.

બજેટ પહેલા FMCG અને ઓટો શેરોમાં ફરી તેજી
જો આપણે FMCG, ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં વધારાના કારણો પર નજર કરીએ તો એવું માનવામાં આવે છે કે નાણામંત્રી 1 ફેબ્રુઆરી, 2025ના રોજ રજૂ થનારા બજેટમાં વપરાશ અને માંગ વધારવા માટે મોટી જાહેરાતો કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now